________________
એ પણ ગયું, સીધા બજારમાં જઈને ટેલરમેઈડ-રેડીમેઈડ લઈ પહેરીને જ બહાર આવે પછી નિર્દોષ ક્યાંથી મળે ?
સાધુ ભગવંતો મારા ગુરુદેવ છે, પંચમહાવ્રતધારી છે, મને મોક્ષમાર્ગ આપનાર છે, સાચી સમજ આપનારા, ભવસમુદ્રમાંથી ઉતારનારા છે, એમ લાગે તો એમનું સંયમ સારું જળવાય, એ માટે બધું જ કરવાનું મન થાય.
રોજ સવારે દેરાસરે દર્શન-વાસક્ષેપ પૂજા કર્યા બાદ ઉપાશ્રયે જઈ ગુરુવંદનગુરુપૂજન-જ્ઞાનપૂજન કરવાનો નિયમ ખરો ? ત્યાં જઈ તેમની સુખ-શાતા પૂછવાની ખરી ? આજે કોઈ મહારાજ સાહેબને તાવ આવે તો પૂછનાર મળે છે કે ‘સાહેબ ! શું કરું ? જ્યૂસ, ચા, ઉકાળો, આપ કહો તે કરી આપું.’ આ ભક્તિ નથી પણ અજ્ઞાન છે. ભાવ ભક્તિનો છે પણ આજ્ઞા મુજબનો નથી અને આ રીત સારી નથી.
શ્રાવકો ઘણા ઉદાર પાક્યા છે ! આજે અમારા સાધુઓ માટે જ ઉપાશ્રયો બંધાવી આપે છે. ખરેખર તો સાધુ-સાધ્વીથી એમાં ઊતરાય જ નહીં. કોના માટે બંધાવ્યો ? શ્રાવકો માટે, એમની ધર્મારાધના માટે ? સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાનશ્રવણ કે પૌષધ માટે બંધાવ્યો હોય તો સાધુ-સાધ્વીજી માટે એ નિર્દોષ, પણ સાધુ-સાધ્વીજી માટે જ બનાવે તો ? આપણે ત્યાં માટે જ પૌષધશાલા, સામાયિકશાળા, આરાધનભવન જેવાં નામો હતાં. આ ઉપાશ્રયોમાં લાઈટ-પંખા જેવાં સાધનો ન વપરાય. તમે પોતે સામાયિક-પૌષધ કરતા હોત તો તમને ઉપાશ્રયો કેવા જોઈએ તેનો ખ્યાલ આવત. સત્ત્વવાળાને તો કોઈપણ સ્થાન પ્રતિકૂળ નથી હોતું. અલ્પસત્ત્વ કે હીનસત્ત્વવાળા સાધકોની સમાધિ નંદવાય નહિ, જયણાધર્મનું બરાબર પાલન થાય તે માટે કેવાં બારી-બારણાં, હવાઉજાસ હોવાં જોઈએ એ તમને ખ્યાલ આવત. પારિષ્ઠાપનિકા સમિતિના પાલન માટે પઠવવાની જગ્યા કેવી જોઈએ એનો પણ ખ્યાલ આવત.
પહેલાં શ્રાવકો આખો દિવસ ઉપાશ્રયમાં આવી સામાયિક કરતા. દિવસ
अगिद्धो जो उ दव्वंमि जिणत्थं णेइ वित्थरं ।
एएणं सो महासत्तो, वुच्चए जिणसासणे ।।
૧૦૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
श्राद्धदिनकृत्य
www.jainelibrary.org