SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં થોડી તમે તમારી ભૂમિકાનો વિચાર કરો તો તમને ખ્યાલ આવે કે, આવા અવસરે તમે શું કરો ! કોઈ સદ્ગુરુની નજર તમારા સંતાન ઉપર ઠરી જાય અને તેઓ કહે કે, તમારું આ સંતાન પ્રભુશાસનને અજવાળે તેવું છે, મને સોંપો તો એને દીક્ષા આપી એનું ઉત્તમ ઘડતર કરું, તો તમે શું કરો ? આમ તો આવો પ્રશ્ન તમને ન કરત, પણ તમે કહ્યું કે, “અમે ભલે સંસારના હોઈએ પણ શાસનના પણ છીએ. અમે તો બેયના છીએ” માટે તમને પૂછ્યું. અત્યારે તમને આ બધી વાતો કરવાનો હેતુ એ છે કે, સંઘના કે ટ્રસ્ટના સંચાલક-વહીવટદાર તરીકે તમારે માટે માત્ર રૂપિયા કે ચોપડાનો વહીવટ કરવો એટલું જ પર્યાપ્ત નથી. એ સિવાય પણ તમારી ઘણી મોટી જવાબદારી છે, સંઘશાસનના અંગ તરીકે પણ સંઘ-શાસન પ્રત્યે તમારી ઘણી મોટી જવાબદારી છે, એનો તમને ખ્યાલ આવે. પૂજ્ય આચાર્યશ્રી દેવચંદ્રસૂરિજી મહારાજને પાહિનીની વાત સાચી લાગી. બાળકની રક્ષા માટે તેને લઈને ખંભાત આવ્યા. મંત્રીશ્વર ઉદાયન કે જેઓને ગુર્જરેશ્વર સિદ્ધરાજે ખંભાતના દંડનાયક નીમ્યા હતા, શ્રીસંઘના મોભી તરીકે ગુરુદેવની તેમના પર નજર ઠરી. તેમને બોલાવી વાત કરી કે, “આ કાર્ય તમારું છે, આ બાળકને તમારે જાળવવાનો છે.” કાલે કદાચ કોઈ ગુરુભગવંત આ પાવાપુરી તીર્થધામમાં કે તમારા સંઘમાં કોઈ બાળકને લઈને આવે તો તમે એમને શું કહો મહાનુભાવ ? હું તમારા હૃદયમાં એ ભાવ પેદા કરવા માંગું છું કે “શાસનનું કોઈ પણ કામ આવી પડશે તો અમે ગુરુદેવોની પડખે ઊભા રહીશું.” તમારી ભૂમિકા અને કર્તવ્યનો ગંભીરતાથી વિચાર કરજો. ચાંગદેવના પિતા જ્યારે ઘરે આવ્યા, ત્યારે તેમણે બાળકને ઘરમાં જોયો નહીં, અને પૂછપરછ કરતાં તેમને જ્યારે ખબર પડી કે તેને જૈનાચાર્ય લઈ ગયા છે, शास्त्र श्रेष्ठ चिंतामणि रत्न है, शास्त्र परम कल्पवृक्ष है, हर ओर जानेवाली (सब कुछ देखनेवाली) आँख शास्त्र है, शास्त्र धर्म का साधन है। - योगशतक टीका છે કે પ્રવચન-૧ પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy