________________
સભા : દાનના વિષયમાં પાત્ર-અપાત્રનો વિવેક શી રીતે કરવો ? જૈનશાસનમાં અનુકંપાનું કેટલું મહત્ત્વ ?
જિનબિંબ, જિનમંદિર, જિનઆગમ, જિનનો સાધુ, જિનની સાધ્વી, જિનનો શ્રાવક અને જિનની શ્રાવિકા : આ સાત ક્ષેત્ર જ સુપાત્ર છે. એમાં આપેલું ધન મોક્ષની સંપત્તિ આપે છે. અનુકંપા અને જીવદયા ક્ષેત્ર સુપાત્ર નથી કે કુપાત્ર પણ નથી, એ કરુણાપાત્ર ક્ષેત્રો છે. એમાં પોતાના હૈયાના કરુણાના-અનુકંપાના પરિણામ ટક્યા રહે, એમનું દ્રવ્ય-ભાવ દુ:ખ દૂર થાય એ માટે અને જૈનશાસનની પ્રભાવના-રક્ષાના ધ્યેયથી આપવાનું છે. એ સીધા નહિ પરંતુ સ્વર્ગપ્રાપ્તિના માર્ગે, પરંપરાએ મોક્ષ અપાવે છે. માટે સુપાત્રમાં એમનો નંબર નહિ .
માતાની ભક્તિ કરવાની હોય છે, પિતાની ભક્તિ ક૨વાની હોય છે. પત્નીની ભક્તિ નહિ પણ જાળવણી કરવાની હોય છે, નોકર-ચાકર આશ્રિતવર્ગનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ આ ત્રણે ભાવનામાં ઘણો ફરક હોય છે; તેમ સાતક્ષેત્રો, અનુકંપા અને જીવદયાની બાબતમાં પણ ફેર હોય છે. એ બધામાં વિવેક કરવાનો છે. જે પણ કરો તેમાં શાસન સાથે-મુક્તિ સાથે આપણું જોડાણ થવું અનિવાર્ય છે. આ અંગે હજુ વધુ જે કહેવાનું છે તે હવે પછી.
जो निरनुबंध दोष के कारण अज्ञान होने पर भी श्रद्धालु है, पापभीरु है, गुरुभक्त है, कदाग्रहरहित है - वह भी ज्ञान का फल प्राप्त होने से ज्ञानी है ।
- यतिलक्षणसमुचय टीका
Jain Education International
પ્રવચન-૩ : જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org