________________
સભા : થોડીક છૂટ રાખો તો ?
છૂટ રાખવી એ અમારા હાથની વાત નથી. જ્યારથી દીક્ષા લીધી ત્યારથી અમે ભગવાનના શાસનને, શાસનની ઊજળી મર્યાદાને વેચાણ થયેલા છીએ. અમારાથી એ શાસનની ઊજળી મર્યાદાને દર્શાવતાં શાસ્ત્રોની આજ્ઞાથી ઉપરવટ જઈને કશું જ ન કરાય. તમને ખ્યાલ છે કે અમારી પ્રતિજ્ઞા “તિવિહં તિવિહેણની છે ? એમાં કોઈ છૂટ ન મળે. વીતરાગના સાધુને આવી કોઈ છૂટછાટ ન હોય. ખરી વાત તો એ છે કે જેને ધર્મની ભૂખ લાગી હોય, તેમણે જ્યાં ધર્મ મળે, ધર્મગુરુ મળે ત્યાં જવું જોઈએ. વેપાર માટે જાઓ છો તેમ.
આમ છતાં જેને છૂટછાટ લેવી જ હોય તેણે પહેલાં ઓઘો મૂકી દેવો જોઈએ. બાકી વેષ સાધુનો ધરવો અને જીવન સંસારીનું જીવવું, આવું બેવડું જીવનધોરણ ક્યારેય ન ચાલે, ન ચલાવાય. સાધુપણામાં છૂટછાટ લેવા-દેવાનું ક્યારેય ન બને.
પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની વાતમાંથી આ મુદ્દો નીકળ્યો. એમાંથી સાધુ તમારું માન રાખે કે નહિ એની વાતમાં મારા પરમતારક ગુરુદેવની વાત થઈ.
તમે અમારી નિશ્રામાં પાંચ-પંદર હજાર રૂપિયા વાપરો અને કહો કે અમારી વાત માનો. તમે જાઓ ને બીજો આવી પચ્ચીસ-પચ્ચાસ હજાર રૂપિયા વાપરીને કહે કે, મારી વાત માનો, તો મારે કોનું માનવાનું ? આ સાધુપણું ક્યાં મૂકી આવું? પહેલાં પણ કહ્યું કે સાચી વાત નાનો પણ લઈ આવે તો જરૂર માનવાની, ખોટી વાત ગમે તેવો ચમરબંધીય લઈ આવે તો બિલકુલ નહિ માનવાની.
આજે શ્રમણસંઘ ઉપર શ્રાવકોનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન શરૂ થયો છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં કેટલેક સ્થળે એ શરૂ થઈ ગયું છે. સાધુનાં ચોમાસાં પણ શ્રાવકો નક્કી કરે, પ્રતિક્રમણના કાઉસગ્નમાં લોગસ્સ ઘટાડે, સાધુઓને દંડ એ
Pार अरिहंत, सिद्ध,३-जिनमंदिर-जिनप्रतिमा, ४-प्रवचन
(आगम),५- आचार्य एवं६-सर्वसाधुओं की त्रिकरणशद्धभाव से तीव्र भक्ति करूंगा । (ऐसा श्रावक मनोरथ करता है ।)
પ્રવચન-૩ઃ જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org