________________
સ્થાનકવાસી મતમાં દીક્ષિત થયેલી કેટલીક સાધ્વીઓ આજે પણ બિહારમાં આવેલ એક હોસ્પિટલમાં નર્સનું કામ કરે છે, જેના ફોટા સાથેનો અહેવાલ એક ગુજરાતી સાપ્તાહિકમાં બે વર્ષ પૂર્વે જ પ્રગટ થઈ ચૂક્યો છે. એટલે આ બધી કોઈ કાલ્પનિક વાત નથી.
આજે ધીમે ધીમે લાઈટ, માઈક વગેરે અનેક પ્રકારનાં ઈલેક્ટ્રિક સાધનોથી લઈને શ્રમણજીવનની મર્યાદાનો ભંગ કરતાં અનેક સાધનોનો ઉપયોગ શ્રમણસંઘમાં પ્રવેશ કરવા દ્વાર ખખડાવી રહ્યો છે, તો ક્યાંક તેનો ઉપયોગ શરૂ પણ થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં શ્રી જૈનશાસનની અને શ્રમણ સંઘની ઊજળી મર્યાદાઓના જતન માટે ચતુર્વિધ શ્રીસંઘે સજાગ રહેવાની જરૂર છે અને સંઘ સંચાલકો-વહીવટદારોની આ પણ એક મોટી જવાબદારી છે.
ચતુર્વિધ શ્રીસંઘનું એ કર્તવ્ય છે કે, પ્રત્યેક બાબતોમાં એણે સર્વજ્ઞ ભગવંતની આજ્ઞા અનુસાર ચાલવાનું છે અને એ આજ્ઞાનું જ્ઞાન શાસ્ત્રોમાંથી મેળવવાનું છે. મળેલી બુદ્ધિનો ઉપયોગ શાસ્ત્રવચનની સામે નહીં, પણ એના ઊંડાણને સમજવા માટે કરવાનો છે. એટલે “સાધુએ તો લકીરના ફકીર બનવાનું છે અને એમાં જ સાધુનું કલ્યાણ છે. જે બુદ્ધિ મળી છે, તેનો ઉપયોગ આ શાસ્ત્રોની લકીરોને સમજવામાં જ કરવાનો છે, એની સામે થવા માટે કરવાનો નથી.”
અમે જો સાવધ ન રહીએ તો આજે માઈક આવતાં કેટલી વાર લાગે ? સાહેબ, આમાં લાભ કેટલો ! તમે દોઢ-બે કલાક ગળા ફાડો તોય ઘણાને સંભળાતું નથી. આમાં તો બધાને બરાબર સંભળાય. પછી આગળ વધી કહેશે કે સાહેબ, આમ એક જ સ્થાને પુરાયેલા રહો એના કરતાં જરા ટી.વી.વીડીઓ કેબલ પર દેખાઓ તો! કેટલો લાભ થાય ? સાહેબ, અનેક ગામ, નગર, દેશોમાં એક સાથે આપની વાત-આપનો વિચાર પહોંચી જશે. જરા વિચારો સાહેબ!
પછી પરદેશમાં વસતા અમારા જૈનો કહે: સાહેબ, વર્ષમાં એકાદ જર્ની-સફર કરો તો અમે પણ ધર્મ કરતા થઈ જઈએ. હવે તમે કહો, મારે જવું કે નહિ ?
अरिहंत-सिद्ध-चेइय-पवयण-आयरिय-सव्वसाहुसु । तिव्वं करेसु भत्तिं, तिगरणसुद्धेण भावेणं ।।
भक्तपयक्खाण
૧૩૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org