SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિ તો મળી પણ તે પ્રશસ્ત એટલે કે સારી અને તે પણ સ્વાભાવિક રીતે. પરિસ્થિતિવશ, સમય પૂરતો સારી બુદ્ધિવાળો એમ નહિ. સહજપણે જ એને સારા વિચાર આવે, સારું જ સૂજે, સારો જ ઉકેલ ઊઠે, એવી બુદ્ધિવાળો, નિર્મળ, નિષ્પાપ બુદ્ધિવાળો. જેથી એ ધર્મના વિષયમાં દરેક કાર્યોને ધર્મની મર્યાદા મુજબ જ પાર પાડી શકે. જેમની પાસે બુદ્ધિ ન હોય તે પણ ધર્મક્ષેત્રનો વહીવટ કરવા માટે લાયક નથી અને જેની પાસે બુદ્ધિ હોવા છતાં એ બુદ્ધિ નિર્મળ ન હોય, સબળી ન હોય, તે પણ ધર્મક્ષેત્રનો વહીવટ કરવા માટે લાયક નથી. બુદ્ધિ વગરનો વહીવટદાર ધર્મક્ષેત્રને અને શાસનને ડગલે ને પગલે ખાડામાં ઉતારે છે, અને અપ્રશસ્ત બુદ્ધિવાળો વહીવટદાર તો ધર્મક્ષેત્રને જેને ભરપાઈ ન કરી શકાય, એવા પારાવાર નુકસાનનો ભોગ બનાવે છે. બુદ્ધિ વગરના કે અપ્રશસ્ત બુદ્ધિવાળા લોકોને ધર્મક્ષેત્રમાં ક્યાંય સ્થાન ન આપવું જોઈએ. આજે વહીવટી ક્ષેત્રમાં દાખલ થયેલા ઘણા વહીવટદારો અપ્રશસ્ત બુદ્ધિવાળા હોઈ ધર્મને, ધર્મની મર્યાદાઓને, ધર્મના વ્યવહારોને સાચા અર્થમાં સમજી શકતા નથી અને સમજવાની દરકાર પણ રાખતા નથી. એવા લોકો શ્રીસંઘને-શાસનને પારાવાર નુકસાન પહોંચાડે છે. માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે - सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो, धर्मो धर्मार्थिभिर्नरैः । अन्यथा धर्मबुद्ध्यैव, तद्विघातः प्रसज्यते ।। “ધર્મના ઈચ્છુક લોકોએ ધર્મને હંમેશાં સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા જોઈએ, નહિતર ધર્મબુદ્ધિથી જધર્મનો નાશ થાય.” જેણે પણ સ્વયં ધર્મ કરવો હોય, બીજા પાસે ધર્મ કરાવવો હોય, બીજાને ધર્મમાં જોડવા હોય, તેણે પહેલાં ધર્મના સ્વરૂપને સૂક્ષ્મ બુદ્ધિથી સમજવું જોઈએ. જેના પર આ જવાબદારી આવે છે, તેણે પોતાની મતિને સૂક્ષ્મ બનાવવી જોઈએ, जे णं तित्थयराईणं महई-आसायणं कुज्जा । सेणं अज्झवसायं पडुच्च जाव अणंतसंसारियत्तणं त्ति ।। વાત જાણી આ કોઇ માનશોથ સૂત્ર - महानिशीथ सूत्र ૮૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy