________________
ધર્મક્ષેત્રમાં પણ વહીવટ કરી લેશું; તો તે માન્યતા ભૂલ ભરેલી છે. ધર્મક્ષેત્રના સંચાલન માટે, સાતક્ષેત્રના વહીવટ માટે અતિ મહત્ત્વપૂર્ણ આજ્ઞાઓમર્યાદાઓને જાણવા માટે, બીજા ઘણા બધા ગ્રંથોનો લાંબો-પહોળો અભ્યાસ ન જ કરી શકો તો પણ ‘દ્રવ્યસપ્તતિકા’નો અભ્યાસ તો કરવો જ જોઈએ.
જગદ્ગુરુ આચાર્ય શ્રી વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજય સેનસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજય દેવસૂરિજી મહારાજે સ્વયં જેમને ઉપાધ્યાય પદવી આપી હતી અને તત્કાલીન ગીતાર્થોમાં જેમનું વિશિષ્ટ નામ હતું, તે ઉપાધ્યાયજી શ્રી લાવણ્યવિજયજી મહારાજે ૩૦૦ વર્ષ પૂર્વે દ્રવ્યસપ્તતિકા ગ્રંથની રચના કરી છે, જેમાં એમણે પૂર્વનાં શાસ્ત્રોનો પૂરતો સહારો લીધો છે.
આગમો તો તમે વાંચી શકવાના નથી. શ્રુત તો દરિયો છે, તેમાં ઊતરવાની તમારી કોઈ તાકાત નથી. માટે સંગ્રહ ગાથાઓ તેમજ સ્વરચિત ગાથાઓથી રત્નના સંચય જેવો આ ગ્રંથ તેમણે બનાવ્યો છે, જેમાં સાત ક્ષેત્રની આવકજાવકના માર્ગો આદિનું વિગતવાર વર્ણન છે, એ ક્ષેત્રોના સંચાલનમાં તમારી અને અમારી ભૂમિકા કઈ કઈ અને તમારાં અને અમારાં કર્તવ્યો કયાં કયાં તે પણ તેમાં બતાવવામાં આવ્યું છે.
અમારે એ વહીવટથી ક્યાં અળગા રહેવું અને ક્યારે ને ક્યાં એમાં ભળવું ? ક્યાં પ્રેક્ષક બનવું અને ક્યાં તમારા પર સવાર થવું ? તેનો વિવેક પણ બતાવ્યો છે.
અમને પણ કહ્યું કે, ‘ધર્મદ્રવ્યનો ક્યાંય વિનાશ થતો હોય, જિનાજ્ઞાનું ખંડન થતું હોય તો તમારે તમારી પૂરી શક્તિથી એ વિનાશ અને ખંડનને રોકવાનો પ્રયત્ન કરવાનો.’ જો અમે એની ઉપેક્ષા કરીએ તો અમારો ય સંસાર યાવત્ અનંતો વધી જાય.
देवद्रव्य एवं गुरुद्रव्य सात पीढीओं तक कुल को जलाता है, अतः अंगारे की तरह बुद्धिमानों के लिए उसका स्पर्श करना भी योग्य नहीं ।
- द्रव्यसप्ततिका टीका
Jain Education International
પ્રવચન-૩ : જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org