________________
આપવાની કે મેળવવાની રહે. પછી આજ્ઞાપાલન ઘણું સરળ બની જશે.
શ્રમણજીવન સારી રીતે કેમ જીવવું, શ્રમણજીવનના આચારો સારી રીતે કેમ પાળવા અને શ્રાવકજીવનના દર્શન-પૂજન વગેરે વ્યવહારો કેમ પાળવા, એટલી જ ભગવાનની આજ્ઞા છે, - એવું નથી. સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ પોતાના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિઓ કઈ કઈ રીતે કરવી અને કઈ કઈ રીતે ન કરવી, એ માટે પણ પ્રભુની આજ્ઞાઓ છે. માટે જ સંઘનું સંચાલન, સાતક્ષેત્રની વ્યવસ્થા, શાસનની આરાધના-પ્રભાવના-રક્ષાનાં કાર્યો શી રીતે કરવાં, એ તમામ વાતોને દર્શાવતી પ્રભુની આજ્ઞાઓ છે, જે જાણવી દરેક માટે અનિવાર્ય છે. એ આજ્ઞાઓ શાસ્ત્રથી જણાય છે, માટે જ જ્ઞાનીઓએ શાસ્ત્રનો આદર કરવાનો કહ્યો.
शास्त्रे पुरस्कृते तस्मात्, वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्माद्, नियमात्सर्वसिद्धयः ।।१।। “જેણે શાસ્ત્રનો આદર કર્યો તેણે વીતરાગનો આદર કર્યો અને
વીતરાગનો આદર કરવાવાળાને નક્કી બધી સિદ્ધિઓ મળે છે.” સાધનાનું ક્ષેત્ર અતીન્દ્રિય છે. એમાં માત્ર ઇન્દ્રિયોના આધારે નિષ્કર્ષો કાઢી શકાય નહિ. એ અતીન્દ્રિય-અદૃષ્ટ ક્ષેત્રમાં કે આત્મકલ્યાણના માર્ગમાં શાસ્ત્રરૂપી દીપક લીધા વિના જે કોઈ પગ માંડવા જાય તેને ડગલે ને પગલે ઠોકર જ ખાવાનો વારો આવે છે. માટે જ કહ્યું પણ છે કે -
अदृष्टार्थेऽनुधावन्तः, शास्त्रदीपं विना जडाः ।
प्राप्नुवन्ति परं खेदं, प्रस्खलन्तः पदे पदे ।। “નહિદેખાતા પદાર્થોની બાબતમાં શાસ્ત્રરૂપદીપકવિના નિર્ણય કરવા
દોડતા જડલોકોડગલેને પગલેસ્પલના પામવાથી ખેદ(શાક)ને પામે છે.” તમે એમ માનતા હો કે દુનિયાનો ઘણો વ્યવહાર કર્યો છે અનુભવ ઘણો મેળવ્યો છે, રાખમાંથી રૂપિયા ઉપજાવતાં આવડે છે, તેના આધારે અહીં
देवद्रव्यं गुरुद्रव्यं दहेदासप्तमं कुलम् । अङ्गाालमिव तत्स्प्रस्टुं युज्यते न हि धीमताम् ।।
- द्रव्यसप्ततिका टीका
૧૨૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org