________________
ઘણીવાર એમ બને કે કોઈ ગામમાં સાધુ-સાધ્વીજીનું ચોમાસું થાય, એમાં જ્ઞાનની આવક થાય. ટ્રસ્ટીઓને ક્યાં વાપરવી એનું જ્ઞાન હોતું નથી. તેથી તેઓ સાધુ-સાધ્વીનાં પ્રવચનો, ટુચકાઓ, શેર-શાયરી અને ચાતુર્માસિક આરાધનાના અહેવાલો ભરેલાં પુસ્તકોને છાપવા માટે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ કરે છે. આ રીતે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ કરવો એ જ્ઞાનદ્રવ્યનો ચોખ્ખો વેડફાટ છે. સભા : ગુરુમહારાજ કહે છે કે, આ પુસ્તક છપાવો. જઈને પૂછો કે, “ભગવંત! કયો ગ્રંથ છે? કયા પૂર્વાચાર્યે બનાવેલો છે? કઈ ભાષામાં છે?” એમનો જવાબ શાસનની મર્યાદા મુજબ યોગ્ય લાગે તો તમારે છાપવા જ્ઞાનદ્રવ્ય આપવું. પરંતુ જો જવાબ સંતોષપ્રદ ન જણાય તો દ્રવ્ય આપવા તમે બંધાયેલા નથી.
છોકરાઓની કે બેનોની પાઠશાળાનું પોતાનું સ્વતંત્ર ફંડ હોય તો તેની આવકમાંથી એ પાઠશાળાના શિક્ષકનો પગાર, છોકરાઓને પ્રોત્સાહન, પુસ્તકો વગેરેનો ખર્ચ કરી શકાય. પાઠશાળાનું ઉદ્ઘાટન કોના હાથે કરવાનું એનો કે છોકરાઓનું બહુમાન કોના હાથે કરાવવું એનો ચડાવો બોલાય તો તે પાઠશાળા, ખાતે વાપરી શકાય.
જે જે ગ્રંથો જ્ઞાનખાતામાંથી છપાયા હોય તેના વિમોચન કે પ્રકાશનની ઉછામણી કે પૂજનની આવક થાય તે જ્ઞાનખાતે જ જમા કરવી જોઈએ. સાધારણ કે ચોખા દ્રવ્યથી જે પુસ્તકો છપાય તેની વિમોચનાદિની આવક તે પુસ્તકના કે અન્ય પુસ્તકના પ્રકાશનમાં વાપરી શકાય.
સભા : પ્રતિક્રમણનાં સૂત્રોની બોલીઓ થાય એ ક્યાં જાય ?
એ બોલીની રકમ પણ જ્ઞાનનાં સૂત્રો હોઈ જ્ઞાનખાતે જાય. એ પાઠશાળામાં ન જાય.
શાસ્ત્રો તમે સીધા વાંચી શકતા નથી. એ માટે ગુરુભગવંતો તમને આગમોનું અધ્યયન કરી ખૂબ સરળ સુબોધ ભાષામાં હળવું કરી જે તત્ત્વજ્ઞાન પ્રવચન
श्रावको बहुकर्माऽपि पूजाद्यैः शुभभावतः । दलयित्वाऽखिलं कर्म शिवमाप्नोति सत्वरम् ।
૧૬૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org