________________
જેનામાં આ ગુણ પ્રગટ્યો હોય, તે સામાન્ય રીતે જ સૌને માટે પ્રિય બને છે. તેને વહીવટનાં દરેક કાર્યોમાં સૌનો સહકાર મળી રહે છે, જેને કારણે આરંભેલાં દરેક કાર્યો સારી રીતે પૂર્ણ થાય છે.
બીજી રીતે પણ વિચારીએ તો, સાધક આત્માને માટે દેવ પછી ગુરુ જ શરણરૂપ હોય છે, કેમ કે, ગુરુ જ દેવ અને ધર્મને ઓળખાવે છે. પિતાના સ્થાને દેવ છે તો માતાના સ્થાને ગુરુ છે. માતા સંતાનને જન્મ આપે છે. સંતાન પણ પહેલાં માતાને ઓળખતો થાય છે. એ સમજણો થાય ત્યાં એની માતા એને પિતાની ઓળખાણ કરાવે છે. એ રીતે ગુરુ આપણને દેવની ઓળખ કરાવે છે. એવા ગુરુની સેવા કરવી એ સાધકનું પરમ કર્તવ્ય છે.
તમે પણ અમારી ખૂબ સેવા-ભક્તિ કરો છો, અમારી ઘણી કાળજી લો છો એની ના નથી; પણ એ અમારા શરીરની કે આત્માની ? અમારા સંયમની કેટલી કાળજી લો ? તમે અમને આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર, કંબળ-ઔષધિ, વસતિ (સ્થાન) આદિ બધું જ પૂરું પાડો છો પણ અમારું સંયમ નિર્મળ બની રહે એ માટે શી કાળજી લો છો ?
તમે અમને આહાર-પાણીથી લઈ વસ્ત્ર-વસતિ સુધી દરેક બાબતો નિર્દોષ આપો તો તમે અમારા સંયમની ચિંતા કરી એમ કહેવાય, અને નિષ્કારણ સદોષ આપો તો એમાં અમારા સંયમની ચિંતા નથી કરી એમ કહેવાય.
મારે તમને કહેવું છે કે તમે અમને અમૃત ભોજન આપો. સમજ્યા નહીં? તમે અમને લૂખુંસૂકું ભોજન પણ આપો પણ જો એ નિર્દોષ હશે તો અમારા માટે અમૃત ભોજન બનશે; જો દોષિત હશે તો એ વિષરૂપ બની જશે. અમારા સંયમબળની હિંસા કરનારું બનશે. શાસ્ત્રકારો દોષિત ભિક્ષાને પૌરુષષ્મી ભિક્ષા એટલે સંયમબળઘાતિની ભિક્ષાના નામે ઓળખાવે છે.
કેટલાક તો અમને કહે “મહારાજ! સાધુના દોષ તો સાધુ જ જાણે ને ? અમારે જાણવાની શી જરૂર ?' મારે એમને કહેવું પડે, ભાઈ ! તમારો પણ એ
अन्याय से प्राप्त धन दश वर्ष तक टिकता है । सोलहवे साल में तो वह मूडी के साथ नाश पाता है ।
- નીતિશાસ્ત્ર
પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org