________________
દોષમાં હિસ્સો છે, માટે તમારે પણ જાણવાની જરૂર છે. કુલ બેંતાળીસ દોષ લાગતા હોય છે, એમાંથી પહેલા સોળ દોષ તમારી ગરબડમાંથી ઊભા થાય છે, પછીના સોળ દોષ અમારી ગરબડમાંથી ઊભા થાય છે અને છેલ્લા દશ દોષ તમારી અને અમારી ભાગીદારીથી ઊભા થાય છે. તમે કદાચ અમારી ગરબડમાંથી ઊભા થતા દોષ ન જાણો પણ તમારાથી અને તમારી-અમારી ભાગીદારીથી ઊભા થતા દોષ ન જાણો તો કેમ ચાલે ? આ તો અહીં માત્ર થોડાક છાંટણાં કરું છું.
અવસર નથી કે સવિગત સમજાવું, પણ અવસર મેળવી તમારે સમજવા તો પડશે જ. આજે અજ્ઞાન કેટલું ઘર કરી ગયું છે!તમે જે બોલો છો તેના અર્થની પણ ઘણીવાર તમને ખબર હોતી નથી. એક નાનો દાખલો આપું.
તમે અમને વંદન કરવા આવો ત્યારે ઈચ્છકાર સૂત્ર બોલો છો ? સભા : હા. એમાં “ભાત-પાણીનો લાભ દેજોજી. બોલો છો ? સભા : હા.
આ તમારી વિનંતી સાંભળીને અમે અમારા સાધુને તમારા ઘરે ભાત અને પાણી લેવા મોકલીએ તો બંને મળે ખરાં ? કે પછી એકલો આહાર જ મળે અને પાણી માટે આંબેલ ખાતે જવાનું કહો? જો એમ જ અમારે જવાનું હોય તો પછી તમારે ઈચ્છકાર સુધારવો જોઈએ ને ?
ભાત પાણીનો લાભ દેશોજી ના બદલે ‘ભાતનો લાભ દેશોજી” અને પાણી માટે “આંબેલ ખાતે જશોજી' એમ બોલવું જોઈએ ને ? તમારે ત્યાં ઉકાળેલ પાણી મળે ? સાધુ-સાધ્વી વહોરવા આવે તો કહી દો છો ને કે “સાહેબ થોડી વાર પછી પધારજો, એ માટલાં મૂકી દઉ .” એ પાણી ઊકળ્યું કોના માટે ?
તમે જ જો સચિત્તના ત્યાગી હોત, તમારે ઉકાળેલા પાણીનો નિયમ હોત તો
સ
हरिऊण य परदव्वं पूअं तो कुणइ जिणवरिंदाणं। दहिऊण चंदणतरं कुणइ इंगालवाणिज्जं ।।
( શાક - સતિશ ટa
૯૮ જેસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org