SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ સમ્યજ્ઞાનના અભાવને આભારી છે, તેવું તેઓશ્રીજી સ્પષ્ટ જોઈ શકતા હતા. તેથી તેઓશ્રીજીએ ઉપકારબુદ્ધિથી કહ્યું કે, “તમારો આખો સંઘ મળી ઠેરવે કે, “આપણે આપણી આખી પેઢી તો બગાડી, હવે ભાવિ પેઢીને બગાડવી નથી. એ માટે દીકરો જ્યાં સુધી પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર અને નવતત્ત્વ અર્થ સાથે ન ભણે ત્યાં સુધી એની કમાણી ખાવી નહીં, અને દીકરી જ્યાં સુધી એટલું ન ભણે ત્યાં સુધી એને કોઈના ઘરે વળાવવી નહિ. વળી તમે મોટાઓ એટલું જ્યાં સુધી ન ભણો ત્યાં સુધી રોજનું એક સામાયિક કરી ભણવાનો પુરુષાર્થ ચાલુ રાખવાનો.” જો આટલું પણ થાય તો થોડા જ સમયમાં શ્રીસંઘની કાયાપલટ થઈ શકે.” જૈનશાસનનું આટલું પ્રાથમિક જ્ઞાન હશે તો તેના પાયા ઉપર સભ્યશ્રદ્ધા અને સમ્યગુઆચરણની ઈમારત ચણી શકાશે. આ રીતે જ્ઞાન, શ્રદ્ધા અને આચરણને વરેલો શ્રાવક શ્રીસંઘ અને શાસનની આરાધના, પ્રભાવના અને રક્ષા માટે જ્યારે જે કાંઈ કરવા જેવું હશે, તે વિવેકપૂર્વક કરી શકશે. માત્ર કટાસણે બેસીને ધર્મક્રિયા કરી લો એ પર્યાપ્ત નથી, પણ આ પાયાનું નક્કર જ્ઞાન જોઈએ. વ્યવહારમાં જેમ S.S.C. હોય અને બાકીની કોઈ પણ લાઈનમાં ત્યાર પછી જવાય છે, તેમ જૈનશાસનની આ S.S.C. છે, આ પાયાનું આયોજન છે. જો તમે આટલું કરશો તો પૂરો શ્રીસંઘ સમ્યજ્ઞાન, સમ્યશ્રદ્ધાન અને સમ્યફચારિત્રથી ઝળહળી ઊઠશે. જૈનશાસનને સાચા અર્થમાં સમજવા અને આરાધવાની એની નક્કર ભૂમિકા તૈયાર થશે. વર્ષોથી વહીવટ કરનારાઓની, શ્રીસંઘના બની બેઠેલા આગેવાનોની અવદશા તો જુઓ. એમને જૈનશાસનના મહામંત્ર નવકારમાં શું આવે છે અને એનું સ્વરૂપ-પ્રભાવ શું છે, એનું પણ ભાન નથી. એને પંચપરમેષ્ઠિના સ્વરૂપનું પણ જ્ઞાન નથી. એને દેવતત્ત્વ, ગુરુતત્ત્વ કે ધર્મતત્ત્વનું પણ ભાન નથી. એને આ તે ન येनाज्ञा यावदाराद्धा स तावल्लभते सुखम् । यावद् विराधिता येन तावदुःखं लभेत सः ।। - योगसार 2 કપ ૨૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy