SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આવડતું નથી. પૈસા વધી ગયા, મોભો વધી ગયો, એટલે પૈસાના જોરે કે મોભાના જોરે કે કોણીના જોરે ટ્રસ્ટી બની ગયા અથવા તો જેમની સાથે તેમના આર્થિક, સામાજિક, રાજકીય વ્યવહારો હતા, સંબંધો હતા, તેમણે તેમને આગળ કર્યા અને આ રીતે ગાદી પર આવી ગયા, એનું આ પરિણામ છે. ટ્રસ્ટી બનવાની યોગ્યતાનો વિચાર જ આજે ક્યાં થાય છે? ટ્રસ્ટી બનનાર કે બનાવનાર બેમાંથી એકને પણ એ ખબર નથી કે ટ્રસ્ટી બનવા માટે કેવા કેવા અને કેટલા કેટલા ગુણો જોઈએ અને એ માટે શ્રી જૈનશાસનની કેવી ઊજળી મર્યાદા છે! આજની તો મને ખબર નથી પણ વર્ષો પૂર્વે રાજસ્થાનની એ સ્થિતિ હતી કે રાજસ્થાનના નાના-મોટા ગામના મહાજન પાસે દંડનું જોર હતું. મહાજનની વાત ન માને તો એના ઘરનો પ્રસંગ ન આવે ત્યાં સુધી જ મહાજન ચૂપ રહેતું. પણ જ્યારે એના ઘરનો પ્રસંગ આવતો ત્યારે મહાજન તાજુમાજું થઈ જતું અને એની સામે મોટા શ્રીમંત - માંધાતાને પણ ત્યાં ઝૂકવું પડતું. ગૃહસ્થોમાં આ રીતે મહાજનશાહી હતી. દુન્યવી વ્યવહારોમાં મહાજનશાહી રહેતી, સંઘનાં કાર્યોમાં સંઘશાહી રહેતી. એ રીતે અમારા આચાર્યોમાં સૂરિશાહી રહેતી. એ બધું આજે ગયું. તેથી ઘણા અનર્થો ઊભા થવા માંડ્યા છે. એક વાર દસ મોભાદાર શ્રાવકો મારા પરમતારક ગુરુદેવશ્રી પાસે આવ્યા અને સંઘની કાયાપલટ થાય એ માટેનું માર્ગદર્શન માંગ્યું. “સાહેબ ! કોઈક આયોજન ગોઠવી આપો !” પરમતારક ગુરુદેવશ્રી ધર્મક્ષેત્રના-ધાર્મિકવ્યવહારના ઊંડા અનુભવી હતા. તેઓશ્રીએ જોયું કે સમ્યજ્ઞાન અને સભ્યશ્રદ્ધા વિના સમ્યગુઆચાર સંભવિત નથી. જો શ્રીસંઘમાં સમ્યજ્ઞાન અને એના દ્વારા સભ્યશ્રદ્ધાનો પાયો મજબૂત થાય તો આખા શ્રીસંઘની કાયાપલટ સહેલાઈથી થઈ જાય. વર્તમાન વિટંબણાનું जैसे आराधी हुई जिनाज्ञा मोक्षफल को देती है, वैसे ही विराधी हुई जिनाज्ञा संसार के दुःखफल को ही देनेवाली વી દે ___- पंचवस्तुक પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy