________________
આ રીતે શરમમાં નાંખે છે ? લે, આ લઈ જા. હવે પછી આ રીતે આવતો નહિ. ચાલ લે અને ૨વાના થા.’
એ જ લોકો અમને પણ આવીને કહે, ‘સાહેબ, તમે ક્યાં આમાં પડ્યા ? આવા તો કેટલાય આવ્યા કરશે, એમાં પડવા જેવું નથી.’ આ પરિસ્થિતિ છે કે નહિ મહાનુભાવ ?
સાધર્મિકભક્તિ માટે પણ સુંદર ઉપાય જરૂર કરી શકાય તેમ છે. માનો કે ગામમાં ૩૫૦ ઘર છે. દરેકના ઘરે વર્ષે દાડે કોઈ ને કોઈ પ્રસંગ તો આવતો જ રહે ને ? એ પ્રસંગોમાં સ્વામિવાત્સલ્યો યોજાય; સાધર્મિકને પ્રેમપૂર્વક આમંત્રણ અપાય. આવે ત્યારે દૂધે પગ ધોવાય, પાટલે બેસાડી પ્રેમપૂર્વક જમાડાય. પછી પોતાની શક્તિ મુજબ એની એવી પહેરામણી કરાય કે જેથી એને એમ થાય કે, “આવાં સાધર્મિકવાત્સલ્ય તો રોજ થજો.” પૂર્વે સાધર્મિકવાત્સલ્યોમાં શુદ્ધ ઘીની નક્કર વાનગીઓ, મીઠાઈઓ બનતી, જે દિવસો સુધી બગડે નહિ. જે વિધવા સાધર્મિકો જમવા આવી ન શકતી, તેના ઘરે ભાર મોકલાતો, જેમાંથી દિવસો સુધી એમનું ગુજરાન ચાલતું.
સાધર્મિકભક્તિમાં પહેરામણી ક૨વાની પણ આવે ને ? એવી એવી વસ્તુઓ પહેરામણીમાં અપાય કે ગરીબ સાધર્મિકના પ્રસંગો એમાંથી નીકળી જાય. શું શું અપાય તે કહેવાની જરૂર ખરી ? સોનાનાં ઘરેણાં પણ અપાય. એના ઘરે દીકરીનાં લગ્ન લેવાનાં હોય તો ઘરેણાં ક્યાંથી લાવવાં એ પ્રશ્ન એને ન મૂંઝવે.
“સાધર્મિકો બિચારા છે, એનું હું નહિ કરું તો કોણ કરશે ?” એવું માનવું એ પાપ છે. સાધર્મિક ‘ભક્તિપાત્ર’ છે, એ બિચારો નથી. મહાન પુણ્યનો ઉદય હોય તો જ એની ભક્તિનો તમને લાભ મળે. એ જે પણ લાભ આપે છે, એ તમારા ઉપર ઉપકાર કરે છે. એમને કાંઈક આપીને અમે એમના ઉપર ઉપકાર કર્યો છે, એવો ભાવ તમારા હૃદયમાં હોય તો કાઢી નાંખજો. એકાદ ટુકડો
tata पुरुष जिनागम-पुस्तकों को लिखवाते हैं वे सकल शास्त्र को जानकर मोक्ष प्राप्त करते हैं, इसमें संशय नहीं है ।
- योगशास्त्रीय टीका
Jain Education International
પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા
For Private & Personal Use Only
૧૯
www.jainelibrary.org