________________
આવવું પડે તો આ ભક્તિ કરનાર નામદાર એની પાસે ફોર્મ ભરાવડાવે લાઈનમાં કલાકો સુધી ઊભા રાખે, કેટલાય ફેરા ખવડાવે અને છેલ્લે પ્રશ્ન પૂછે : “ભગવાનની પૂજા કરે છે ?” એ કહે કે, “ના, નથી કરતો' તો કહે રવાના થાઓ.”
બીજી વાર એ જ ભાઈ દેરાસરે જઈ કપાળમાં તિલક કરીને આવે અને એ જ પ્રશ્નના જવાબમાં કહે કે, “આ જુઓ, તિલક. એટલે એને પાંચ-પચ્ચીસ રૂપકડી આપે. આ રીતે તો સાધર્મિક જૂઠું બોલવું પડે એવી સ્થિતિમાં મુકાય છે.
સાધર્મિકની તો સામે ચાલીને કાંઈક ભક્તિ કરવાની હોય. એકવાર, બેવાર, પાંચ વાર આ રીતે ભક્તિ કર્યા પછી એ કોઈ ધર્મક્રિયા કરતો ન દેખાય તો એને સભાવથી પુછાય કે, “મહાનુભાવ, કેમ દેરાસરમાં દેખાતા નથી ?” તો પૂછનારની આંખની શરમ એને નડે અને એ દેરાસર જતો થઈ જાય અને ધર્મક્રિયા કરતો પણ થઈ જાય, આ વિધિ હતી. આજે તો હાલત ઘણી ખરાબ છે. તમે લોકો સાધર્મિક ભક્તિ કરતા નથી, તેથી એ તમારા સાધર્મિકો સીધા અમારી પાસે આવી ચડે છે. “સાહેબ ! હું તમારો સાધર્મિક છું, કાંઈક મદદ કરો - અમે કહીએ ‘ભલા ભાઈ, તું અમારો સાધર્મિક ક્યાંથી ? શ્રાવક તો શ્રાવકોનો સાધર્મિક હોય, પણ એ વાત એ સમજે નહિ અને મદદ કરાવવાનો આગ્રહ રાખે. અમે કહીએ કે, “મહાનુભાવ ! તમે કોઈ શ્રાવકને મળીને વાત કરો તે યોગ્ય કહેવાય.” તો એ અમને કહે કે, “સાહેબ, અમારી વાત કોઈ સાંભળતું નથી.તમે બીજું કાંઈ ન કરો તોય શાંતિથી સાંભળો તો છો. એમાં જો કોઈ સુખી શ્રાવક આવી જાય અને અમે એને જો એની વાત સાંભળીને કરવા જેવું કરવાની ભલામણ કરીએ તો એ પેલા મદદ માંગનાર સાધર્મિકને બરાબર ધમકાવે અને કહે કે “અહીં મહારાજ પાસે અવાતું હશે ? મહારાજ પાસે પૈસા છે કે તને આપશે ? જા, નીચે પેઢીમાં મળજે.' એમ કહી એને રવાના કરે, નીચે પેઢીમાં જાય તો પૂરી ખબર લઈ નાંખે. “મહારાજ પાસે કેમ ગયો ? ત્યાં જઈને અમને
કોઈ
જ
लेखयन्ति नरा धन्या ये जिनागम पुस्तकम् । ते सर्वं वाङ्मयं ज्ञात्वा सिद्धिं यान्ति न संशयम् ।।
અને વાયોલીટી
Rા
કારખાનામાં આ પ્રકાર
કોઈ જ
૧૭૮ જેનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org