SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન ન થયો હોય તો પણ નિંઘકુળમાં ઉત્પન્ન થયેલો ન હોવો જોઈએ; કારણ કે, નિઘકુળમાં ઉત્પન્ન થયેલ જીવે કરેલું કાર્ય લોકમાં આદેય બનતું નથી. વહીવટ કરનાર પુણ્યાત્મા ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. પિતાના વંશને કુળ કહેવાય અને માતાના વંશને જાતિ કહેવાય. કુળવાન ક્યારેય જવાબદારીને, કાર્યભારને માથેથી ખભે ન કરે અને જાતિવાન ક્યારેય અનુચિત કાર્ય ન કરે. જેનું કુળ ઉત્તમ હોય તે ક્ષમતાવાન હોય. એ હાથમાં લીધેલું કામ પાર પાડીને જ રહે. એના ખભે જે પણ કાર્યનો ભાર મુકાયો હોય એને એ સાંગોપાંગ પાર પમાડીને રહે. એને કોઈનો સાથ-સહકાર મળે કે ન મળે, પણ એકવાર જે કાર્ય તેણે માથે લીધું તેને પાર પાડવાનો જ પ્રયત્ન કરે. શ્રીજૈનશાસન અને શ્રીસંઘમાં અનેક જવાબદારીપૂર્ણ કાર્યો ઊભાં થયા જ કરતાં હોય છે. તે પૈકીનાં અનિવાર્ય કાર્યો સમયસર અને ઉચિત રીતે થાય તો જ આ શાસન ઝાકઝમાળ રહે અને શ્રીસંઘ ધબકતો રહે. જો તે મુજબ ન થાય તો શાસનની શોભા ઝાંખી પડે અને શ્રીસંઘ સિદાવા લાગે. આ પરિસ્થિતિમાં સંઘ સંચાલકની ઘણી મોટી જવાબદારી રહે છે, જેને એણે યોગ્ય રીતે નિભાવવી અને પાર પાડવી જરૂરી હોય છે. આ કાર્ય ઉત્તમ કુળમાં જન્મેલા માટે પાર પાડવું સહજ બને છે. માટે સંઘસંચાલક માટે કુળવાન હોવું બહુ જ જરૂરી છે. જૈનશાસનની જવાબદારી જે ખભા ઉપર ઊંચકવાની છે, તે ખભા મજબૂત જ જોઈએ. “કોઈ આવ્યું નથી, હું એકલો શું કરું ?' આવા નબળા-ખેદકારી વેણ જે કુળવાન હોય તે ક્યારેય ન બોલે. એકલહાથે બધા કામ પાર પાડી દે. જેની જાતિ ઉત્તમ હોય તે લજ્જા આદિ ગુણોવાળો હોય. એ અકાર્યમાં ક્યારેય પ્રવૃત્ત ન થાય. કુળની સાથે જાતિ સમજી જ લેવાની. જાતિવાન વૃષભ, જેમ પોતાના માથે મુકાયેલ ભારને વહન કરીને જ રહે, એ ક્યારેય બેસી પણ ન પડે અને ક્યારેય એ ભારને ફંગોળી પણ ન દે, એવું જ અહીં હોવું જોઈએ. ગધેડાની હાલત બહુ જુદી હોય છે. એના માથે થોડો વધારે ભાર આવે તો એ तं नाणं तं च वित्राणं, तं कलासु अ कोसलं । सा बुद्धी पोरिसं तं च देव-कज्जेण जं वये त्ति ।। -श्राधादनकृत्य ૭૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy