SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ મારામારી શરૂ થઈ જશે. એટલામાં સંઘના આગેવાન આવ્યા. જેવો એમનો પ્રવેશ થયો કે તરત જ શાંતિ સ્થપાઈ ગઈ. એમણે સંઘનાં કાર્યોની વાત રજૂ કરી. બીજા આગેવાને પ્રસ્તાવને અનુમોદન આપ્યું. આમણે પૂછ્યું, “સંઘજનો ! બોલો આ અંગે તમારે કાંઈ કહેવું છે ?” “ના, સાહેબ.' બધાએ જિનશાસનની જય બોલાવી અને ઠરાવ પસાર થઈ ગયો. સંઘનાં કામો આ રીતે થાય. બધાને પૂછીને નિર્ણય કરવા જવાય તો કામો ક્યારેય પૂરાં ન થાય. બધામાં સમજવાની ને પચાવવાની ત્રેવડ હોતી નથી. તમારા ઘરમાં એક શાક બનાવવાનું હોય તો પણ બધાને પૂછવા ઊભા નથી રહેતા. આજની લોકશાહીમાં અજ્ઞાન, અણઘડ અને બિનઅનુભવી માણસોના અનુભવોના આધારે પૂરા રાષ્ટ્ર ચાલવાનું આવ્યું. અજ્ઞાનીના અનુભવે જ્ઞાનીઓએ ચાલવું ? કે જ્ઞાનીઓના અનુભવે અજ્ઞાનીઓએ ? આપણે ત્યાં ઈલેક્શન (ચૂંટણી) ન હતું, પણ સિલેક્શન (પસંદગી) હતું. સારા માણસો સિલેક્ટ-પસંદ કરાતા. ગીતાર્થ ગુરુભગવંતોનું માર્ગદર્શન લેવાતું. એક વાત ધ્યાનમાં રહે કે, લોકપ્રિય બનવાની મહેનત નથી કરવાની, પણ જીવન એવું દોષમુક્ત અને ગુણસમૃદ્ધ બનાવવાનું છે કે, જેથી સહજપણે લોકપ્રિય બની જવાય. જે કોઈ જીવ જીવનને દોષમુક્ત બનાવીને ગુણસમૃદ્ધ બનાવે છે તે સહજપણે લોકપ્રિય બને છે, એને લોકપ્રિય બનવાની ખેવના નથી હોતી; અને જે લોકપ્રિય બનવા મહેનત કરે છે, તે મોટે ભાગે માયાચાર-દંભનું સેવન કરે છે, તેનું જીવન ગુણમુક્ત અને દોષયુક્ત બને છે. ૪- સુનો - કુળવાન - ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ ४ - कुलज : प्रशस्यकुलजातोऽनिन्द्यकुलजातो वा । अन्यथाविधेन हि विहितं तत्रात्यन्तं लोकादेयं स्यादिति । કુલીનઃ ઉત્તમ કુળમાં જન્મેલો હોવો જોઈએ. તેવા વિશિષ્ટ ઉત્તમ કુળમાં ક १- मार्गानुसारी, २ - सम्यग्दृष्टि और ३ - अणुव्रतधारी; ये तीन धर्मद्रव्य के वहीवट हेतु प्रायः विशेष अधिकारी हैं, ऐसा धर्मशास्त्रों में कहा गया है। - द्रव्यसप्ततिका પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy