________________
બરાબર વિચારજો કે, પહેલાં ત્રણ ક્ષેત્રો છે માટે જ પાછળનાં ચાર ક્ષેત્રો છે. પહેલા ત્રણના આધારે જ પાછળના ચાર છે.
અમારું સાધુ-સાધ્વીપણું અને તમારું શ્રાવક-શ્રાવિકાપણું કોણે બતાવ્યું? કહેવું જ પડે ને કે અરિહંત પરમાત્માએ!તમને મળેલી સંપત્તિ-સુખસામગ્રી શેનાથી ? કહેવું જ પડે કે પુણ્યથી ! અને પુણ્ય પરમાત્માની ભક્તિ-આજ્ઞાપાલનથી જ ઉત્પન્ન થયું ને ? જે પણ સારું છે તે પ્રભાવ જિનશાસનનો જ. જિનશાસનની, પરમાત્માની આજ્ઞા જ જિનાગમમાં લખાયેલ છે. એટલે જિનમૂર્તિ, જિનમંદિર અને જિનાગમ - આ ત્રણ ક્ષેત્રો જ આધાર બન્યાં ને ?
તમને કોઈ પૂછે, “કેમ છે?'તો શું જવાબ આપો? દેવ-ગુરુ-પસાય' એટલે કે, દેવ-ગુરુની કૃપાનજર એમ જ કહો ને ? એટલે શું નક્કી થયું ? દેવ-ગુરુધર્મ તમારાથી ? કે તમે દેવ-ગુરુ-ધર્મથી ?
કેટલાક તો અમને આવીને કહે કે, “સાહેબ મા-બાપને હું નિભાવું છું. કહ્યું, “મા-બાપ કાંઈ નિભાવવાની ચીજ છે ? એમની તો સેવા-ભક્તિ હોય. નિભાવવામાં તેને હોય કે જે માથે આવીને પડ્યાં હોય. માતા-પિતા કાંઈ માથે આવીને પડ્યાં નથી. એમનો તો અનંત ઉપકાર છે. એમની સેવામાં તમે તમારી જાતને જેટલી ઘસી નાંખો તેટલી ઓછી છે. એ તો પૂજ્ય છે, આરાધ્ય છે. આજે તો ભગવાનની ભક્તિ માટે ય “નિભાવ ફંડ” શબ્દનો ઉપયોગ થવા લાગ્યો છે. એ બરાબર નથી, “ભક્તિ ફંડ' હોવું જોઈએ. માણસોની ભાવના ખોટી નથી, પણ અજ્ઞાન છે તે દૂર થવું જોઈએ. “ભક્તિ કરવી છે અને ભક્તિથી ભવસાગર તરવો છે' - એમ થવું જોઈએ.
આ કાળમાં કેવળજ્ઞાન નથી અને કેવળજ્ઞાની પણ નથી. દેવાધિદેવ પ્રત્યક્ષ દેહ મળતા નથી, ત્યારે એમની પ્રતિમાનું આલંબન, એમનાં મંદિરોનું આલંબન અને એમનાં વચનો જેમાં સંગ્રહાયેલાં છે તે જિનાગરમોનું આલંબન જ ભવ્યાત્માઓ માટે પરમ આધાર છે.
ડો . આ
છે
.
મા,
जइ वि न सक्कं काउं, सम्म जिणभासि अणुट्ठाणं । तो सम्मं भासिज्जा जह भणिखीणरागेहिं ।।
गच्छाचारपत्र
૧૫ર જેસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org