SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ બદલે “સિંહ કેસરીયા મોદક બોલાઈ ગયું. શ્રાવકનાં બારણાં ઉઘાડાં જ હતાં. તરત દોડી આવ્યા અને ઘરના આગેવાન એ શ્રાવક આખી જ પરિસ્થિતિ સમજી ગયા. પોતાની ભૂલનું-પ્રમાદનું જ આ પરિણામ આવ્યું કે મહાત્માની આ દશા થઈ, એવું શ્રાવકને સમજાઈ ગયું. એ શ્રાવક બહુશ્રુત હતા, એમણે અવસર ઓળખી લીધો અને પ્રસંગોચિત કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય પણ કરી લીધો અને તરત જ મહાત્માને બે હાથ જોડીને વિનંતી કરી કે, “ભગવંતપધારો!” આ સ્થાને કદાચ તમે હો તો શું કરો મહાનુભાવ? હું તમને ‘પ્રશસ્તબુદ્ધિ, સૂક્ષ્મબુદ્ધિ' કોને કહેવાય તે બતાવું છું. એનો પરિવાર પણ જાગી ગયો પણ કોઈ પૂછતું નથી કે આ શું કરી રહ્યા છે ! કારણ કે, તેમના જીવનમાં સુહલવો - સારા પરિવારવાળો” પહેલો ગુણ પણ હતો. અંદરોઅંદર વાત કે કાનાફૂસી પણ થતી નથી કે મહારાજને રાત્રે વહોરાવાય ? ઘરના બધા જ સભ્યો માનપૂર્વક ઊભા રહી ગયા. ઘરના મોવડીનું વર્ચસ્વ કેવું હશે ! એમણે દરેકને કેવા કેળવ્યા હશે ! શ્રાવકે ડબ્બામાંથી મોદક કાઢ્યા અને પાનું આખું ભરી દીધું. લાડુ તો વહોરાવી દીધા પણ મહાત્મા તે વાપરીને પોતાનું વ્રત ભાંગી ન દે એની પણ એટલી જ કાળજી લેવાની હતી. એટલે ‘ભગવંત ! પધારો” એમ કહી વળાવવા ગયા. જ્યાં બરાબર ચોક આવ્યો ત્યાં પૂછ્યું : “ભગવંત! પુરિમઢને કેટલી વાર છે ?' એ જમાનામાં આજના જેવી ઘડિયાળો ન હતી. આકાશમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા આદિ જોઈ સમય નક્કી કરાતો. પુરુષની છાયા જોઈ પ્રહર આદિ નક્કી થતા. લાડુ પાત્રમાં આવી ગયા હતા, તેથી મગજ આમેય શાંત બનવા માંડ્યું હતું. મહાત્માએ સમય જોવા આકાશમાં નજર કરી ત્યાં સૂર્ય ન દેખાણો. ચંદ્ર, તારા આદિ દેખાણા. તરત ખ્યાલ આવ્યો કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શ્રાવકે अच्छा महल भी जीर्ण बन जाता है, धन आपत्तियों का स्थान है, सभी पुराना ऋण खराब है और देव का ऋण तो खराब में खराब है। - પ્રવ્યલતતિા ટીલા કાકા ને જ પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy