________________
ભણવામાં ઉપયોગી થતાં પુસ્તકો લાવવામાં પણ એનો ઉપયોગ કરી શકાય નહિ. એ પાઠશાળાના પંડિતજી આદિ માણસોના પગાર, છોકરાંઓને પ્રોત્સાહન કે સ્તવન-પૂજાની ચોપડીઓ ખરીદવી વગેરે કોઈ પણ કાર્યમાં એનો ઉપયોગ થઈ શકે નહીં. અમે સાધુ-સાધ્વીજી જે પ્રવચન કે વાચનાઓ આપીએ છીએ એના પ્રકાશનમાં પણ એ દ્રવ્ય ન વાપરવું જોઈએ.
જેટલાં પણ આગમશાસ્ત્ર છે, તેની પંચાંગી – મૂળ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા સાથે; તથા પૂર્વાચાર્યના રચેલા આગમાધારિત ગ્રંથો, એના આધારે બનેલા જેટલા પણ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો છે, એને તાડપત્ર પર કોતરાવવા-લખાવવા કે ટકાઉ કાગળ પર લખાવવા કે છાપવા દ્વારા પ્રકાશિત કરવામાં એ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય. એ રાશિમાંથી ઠેર ઠેર સમૃદ્ધ જ્ઞાનભંડાર બનાવી શકાય. જ્ઞાનભંડાર માટે જરૂરી તમામ ચીજો લાવી શકાય. કબાટ, પુસ્તક સંરક્ષણ માટે પેટીઓ, લાકડાની ડબ્બીઓ (ડાબડા), કાગળ, પોથી, પાટી, ઓળીયા, ઘંટા, તલના તેલ વગેરેમાંથી બનેલી મસી, કલમો, તજીયા બરુ, હિંગળો, સોનાચાંદીના વરખની બનેલી શાહી, રેપરો, ઘોડાવજ, તમાકુની પોટલીઓ આદિ સામગ્રી લાવી શકાય. એ સિવાય સાધુ-સાધ્વીજીને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય એ માટે જૈનેતર પંડિત રાખેલો હોય તો તેનો પગાર-મહેનતાણું એમાંથી આપી શકાય. જૈનને આ દ્રવ્ય ન આપી શકાય.
જૈન વિક્રેતાને આ દ્રવ્ય આપવાનું થાય તો માત્ર વિક્રેતાને થયેલ ખરીદમૂલ્ય જ્ઞાનખાતામાંથી આપી શકાય, એનો નફો તો ચોખ્ખા સાધારણ ખાતામાંથી જ આપી શકાય. માટે જૈન વિક્રેતાઓએ આ બાબતની પૂરી કાળજી રાખવી જોઈએ.
કોઈ પણ ગૃહસ્થ જ્ઞાનખાતામાંથી વસાવેલ-છપાવેલ પુસ્તક, સુયોગ્ય નકરો આપ્યા વિના વાંચી ન શકે. એને પોતાને વસાવવું હોય તો પૂરી કિંમત જ્ઞાનખાતામાં ચૂકવવી જ જોઈએ.
श्रुतसागर का अवगाहन करने से मुझे ये सार प्राप्त हुवा है कि - भगवान की भक्ति परमानंद अर्थात् मोक्षरूप संपदा શા વન હૈ
___ - जिनमहत्त्वबत्रीशी
પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org