________________
એ ઉપરાંત જૈન જ્ઞાનભંડારોમાં અજૈન દર્શનોના, અન્ય અન્ય જ્ઞાન શાખાઓના વિવિધ ભાષાના ગ્રંથો જ્ઞાનખાતામાંથી લાવી, વસાવી શકાય. પણ એ માટે ગીતાર્થ ગુરુભગવંતોનું માર્ગદર્શન જરૂરી ગણાય.
જૈન સાધુને ગીતાર્થ બનવા માટે જૈન ગ્રંથો ઉપરાંત સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વ્યાકરણ, છંદ, ન્યાય, કાવ્ય, સાહિત્ય, જ્યોતિષ, શિલ્પ, વૈદ્યક અન્ય એ દર્શનોના ગ્રંથોનું જ્ઞાન હોવું જરૂરી છે. એ ગ્રંથો અભ્યાસાર્થે મળી શકે માટે જ્ઞાનખાતામાંથી વસાવી શકાય.
અજૈન પંડિત જૈન સાધુ-સાધ્વીજીને ભણાવતા હોય અને જ્ઞાનખાતેથી એમનું મહેનતાણું ચૂકવાતું હોય તો એમની પાસે એ પાઠમાં જૈન-મુમુક્ષુ શ્રાવક-શ્રાવિકા ભણવા બેસી ન શકે. એટલા ભાગનું દ્રવ્ય એમણે સાધારણ કે વ્યક્તિગત દ્રવ્ય આપવું પડે. સભા : આજ કલ અંગ્રેજી લીટરેચર બતાતે હૈ ?
હા, એ પણ જરૂરી છે. પણ એમાં જે વિવેક જોઈએ, તે ગીતાર્થ ગુરુભગવંતના માર્ગદર્શનથી પ્રાપ્ત થશે. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ જેવો કાયદાનો ચોપડો હોય એની કલમો જાણવા માટે અંગ્રેજી ચોપડો ખરીદી લાવી વસાવવો પડે એમ બને.
ગૃહસ્થ જ્ઞાનભંડારના કોઈપણ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો તે જ્ઞાનખાતે ઉચિત નકરો ભરીને જ કરી શકે અને જ્ઞાનભંડારનાં કોઈપણ પુસ્તકનો ઉપયોગ ધાર્મિક હેતુ સિવાય અન્ય કોઈપણ હેતુથી કરી શકાય નહિ. એનો ધર્મકાર્યમાં ઉપયોગ થવો જોઈએ. કોઈ કહે કે, મારે Ph.D. કરવી છે તો એ માટે ભંડારનાં પુસ્તકો આપી શકાય નહિ. જ્ઞાનભંડાર ધર્મસાધના માટે છે. લૌકિક સિદ્ધિઓ મેળવવા માટે નથી. વાત નીકળી છે એટલે કહી દઉં, આવા Ph.D. કરનારાની હાલત કેવી હોય છે તે. ટેબલખુરશી પર બેઠાં બેઠાં, ચા-ચેવડો ઉડાવતાં ઉડાવતાં, પગમાં બૂટ-ચંપલ
મારા માતા ની કતા
''
-
जिणचलणकमलसेवा, सुगुरुपायपञवासणं चेव । सज्झायवायवडत्तं लभ्भंति पभूयपुण्णेहिं ।।
૧૬૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org