________________
પહેરીને, સિગારેટના ધૂમાડા કાઢતાં કાઢતાં એ નામદારો આગમ વાંચતા હોય અને એના ઉપર પોતાના ગપ્પાં હાંકીને Ph.D. થતા હોય છે. આવાઓને જ્ઞાનભંડારના ગ્રંથો અપાય નહીં.
એક ઘણી મોટી નામના ધરાવતા સુધારક પંડિત હતા. અમદાવાદની એક નામપ્રાપ્ત સંસ્થામાં એ કાર્ય સંભાળતા. ત્યાં રહી આગમાદિ ગ્રંથોનું એ સંશોધન પણ કરતા. એકવાર જરૂરી કામ માટે ત્યાં જવાનું થયું. મારે એક ગ્રંથની હસ્તલિખિત પ્રત જોવી હતી. ત્યાંથી મંગાવી તો જવાબ મળ્યો કે, ફલાણા ભાઈ
આ કામ સંભાળે છે. તેમની રજા હોય તો જ મળશે. માટે એમની પાસે જવું પડ્યું. ત્યાં જે હાલત હતી તે જોઈ હું એક ક્ષણ માટે હેબતાઈ ગયો. એમનું નામ ઘણું મોટું હતું. મેં જોયું ત્યારે એ ભાઈના એક પગમાં જૂતું હતું, એકમાં ન હતું. બંને પગ ટેબલ ઉપર કરીને ખુરસીમાં બેઠા હતા. થોડીવાર પહેલાં જ ત્યાં બેઠાં બેઠાં ચા-પાણી કરેલાં એંઠા કપ-૨કાબી બાજુમાં જ પડ્યાં હતાં. હાથમાં સિગારેટ જલતી હતી અને આ રીતે ભાઈ આગમનું સંશોધન કરી રહ્યા હતા.
આ
જેવો હું એમની કેબીનમાં ગયો તેવા એ બોલ્યા, ‘શું કામ છે ?’ મેં કહ્યું, અવસ્થામાં તમે હો તો હું તમારી સાથે વાત ન કરી શકું. જરા ઠીક બેસો !’ એ ભાઈને ન છૂટકે સિગારેટ મૂકી બરાબર ગોઠવાવું પડ્યું.
એમની સાથે મારે પ્રસંગ પડેલો. એમના વિકૃત વિચારોના વિરોધમાં મેં અવાજ ઉઠાવેલો, કલમ પણ ચલાવેલી; તે મને નામથી ઓળખતા હતા. પણ એમણે મને કે મેં એમને ક્યારેય જોયા ન હતા.
પ્રસંગ એવો બનેલો કે પંડિત બેચ૨દાસે ભગવાન મહાવીર અને ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીનો કાલ્પનિક સંવાદ ગોઠવી એમની આશાતના કરી. એ સંવાદમાં ભગવાન વર્ધમાનકુમારને માતા-પિતાનું મૃત્યુ થતાં હતાશામાં અટવાયેલા અને શ્રી ગૌતમસ્વામીને સામાજીક મર્યાદાઓને તોડતા અને વર્ધમાનકુમા૨ સાથે અત્યંત નિમ્નકક્ષાનો વાર્તાલાપ કરતા રજૂ કરાયા હતા. આ અંગે પંડિત બેચરદાસને માફી માંગવી પડી હતી.
अरिहंत के चरणकमल की सेवा, सद्गुरु के चरण की पर्युपासना, स्वाध्याय एवं धर्मवाद में श्रेष्ठता प्रभूत पुण्य के योग से प्राप्त होती है ।
पुण्यकुलक
Jain Education International
પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org