________________
જૂના જમાનામાં આયંબિલ ભવન-ખાતામાં પણ જે શ્રાવક જમતા તે ત્યાં ચોક્કસ રકમ લખાવતા કે ત્યાંના ભંડારમાં નાંખતા. આયંબિલ તમારે કરવાનું હોય છે અને એ માટે દોડાદોડ વ્યવસ્થાપકોને કરવી પડતી હોય છે, એવી પરિસ્થિતિ આજે થઈ છે. સભાઃ આજે વ્યાજનો દર ખૂબ ઘટી રહ્યો છે. એમ ઘટતો જ જવાનો છે,
એમ સંભળાય છે. તો શું કરવું?એકલા કોર્પસમાંથી (મૂડીમાંથી) કાર્ય
કઈ રીતે શક્ય બને ? બધા જ જો સ્વદ્રવ્યથી બધાં અનુષ્ઠાનો કરતા થઈ જાય તો આ પ્રશ્ન જ ન રહે. છતાં જ્યાં સુધી એ બને નહિ ત્યાં સુધી પ્રતિવર્ષ સંઘની સામે ઊભા રહી, સંઘ આગળ રજૂઆત કરી તે તે વર્ષની ટીપ કરવી, અથવા તે તે વર્ષના લાભના ચડાવા-નકરા રાખી લાભ આપવો. આજ સુધી ટ્રસ્ટી નિશ્ચિત હતા, બેફિકર હતા. એમને સંઘની, સંઘના સભ્યોની કોઈ પડી ન હતી. હવે એ નહિ ચાલે; કેમ કે વ્યાજનો દર ઘટવાથી એનું કાર્ય પૂરું ન થાય. એ માટે સંઘ પાસે જવું જ પડશે. દર વર્ષે રજૂઆત કરી ફંડો ઊભાં કરવાં પડશે અને એ માટે સંઘ આગળ પહેલાં બધા હિસાબો ચોખ્ખા બતાવવા પડશે. સંઘજનો જે જે પૂછે એના જવાબો મગજને શાંત રાખી આપવા પડશે.
જિનાગમ-જ્ઞાન : આગમાદિ જ્ઞાનની પૂજામાં આવેલું દ્રવ્ય, જ્ઞાનનાં પૂજન અંગેની ઉછામણીઓનું દ્રવ્ય, જ્ઞાનની સમક્ષ ચડાવવામાં આવેલું દ્રવ્ય, દીક્ષા સમયે નવદીક્ષિતને જ્ઞાનનાં પુસ્તક-પોથી-સાપડા-નવકારવાળી જેવાં ઉપકરણો અર્પણ કરવાની બોલીઓનું દ્રવ્ય, તેમ જ આચાર્યાદિપદ પ્રદાન સમયે મંત્રપોથીપટ વગેરે જ્ઞાનસાધન સમર્પવાની બોલીઓનું દ્રવ્ય જ્ઞાનખાતામાં જમા કરવું જોઈએ.
એ જ્ઞાનખાતાનું દ્રવ્ય આજના વ્યવહારિક સ્કૂલ-કૉલેજના શિક્ષણમાં વાપરી શકાય નહિ. તેમ જ શ્રાવકોની ધાર્મિક પાઠશાળાના બાળક-બાલિકા કે પ્રૌઢોના
सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसम्पदाम् ।।
મારા માતા નિબઈપવગીરી
૧૬ર જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org