SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભા રહીને બધું બતાવ્યું. લડવાનો વારો આવે તો માણસ ઉપર હોય તો વધુ સહેલાઈથી લડી શકે, આમ છતાં આ ઊંટ ઉપરથી કૂદી નીચે આવ્યો. શસ્ત્ર વધુ હોય તો યુદ્ધ સારી રીતે જિતાય; જ્યારે આણે તો બે બાણ તોડી નાંખ્યાં. પહેલી નજરે જોતાં આ માણસની પ્રવૃત્તિ બુદ્ધિહીન જેવી લાગે છે, પણ એનો ચહેરો જોતાં આ બુદ્ધિહીન નહિ, પણ પાકી ગણતરીવાળો લાગે છે. એટલે એમણે એની પ્રવૃત્તિ અંગે જિજ્ઞાસા વ્યક્ત કરી ત્યારે જવાબમાં ચાંપાએ કહ્યું, “જુઓ, તમે મને રોક્યો તો હું રોકાઈ ગયો; કેમ કે મારી પાસે અનીતિનું ધન નથી. જે છે તે મારી જાત મહેનતથી કમાયેલો છું. બીજું, મને કોઈનો ડર નથી; કારણ કે, મારા રક્ષણની મારામાં તાકાત છે અને પુણ્ય-પાપના સિદ્ધાંતને માનનારો છું. મારા ભાગ્યમાં હશે તો કોઈનીએ પડાવવાની તાકાત નથી.' ત્રીજું, મારે કોઈની સાથે સામેથી લડવું નહીં એવી પ્રતિજ્ઞા છે; છતાં તમે મને લડવાની ફરજ પાડી એટલે મારે લડવું પડે છે. ચોથું, હું ઊંટ ઉપરથી લડું ને તમે નીચે રહીને લડો તો તે વાજબી ન ગણાય. તે અધર્મયુદ્ધ છે, માટે મેં ઊંટનો ત્યાગ કર્યો. સામો મને લડવાની ફરજ પાડે અને મારે લડવું પણ પડે તોય અનીતિથી તો ન જ લડવું, એવી મારી પ્રતિજ્ઞા છે.” તો બાણ કેમ તોડી નાંખ્યાં ?” લૂંટારાએ અધીરાઈથી પ્રશ્ન કર્યો. ત્યારે એનો ઉત્તર આપતાં એણે કહ્યું : “મારે એક વ્યક્તિ પર એક જ બાણનો પ્રહાર કરવાનો નિયમ છે. તમે ત્રણ છો, બાણ પાંચ હતાં. રખેને મારું કોઈ બાણ નિષ્ફળ જાય અને મને જીવવાનો લોભ નડી જાય, તો તમારા ઉપર એકથી બીજી વાર પ્રહાર થઈ જાય; અને જો આમ થઈ જાય તો મારો નિયમ ભાંગે. એ ન ભાંગે માટે મેં મારાં બે બાણ તોડી નાંખ્યાં.” હવે એ લોકોને ફાળ પડી, એટલે એમણે એને પૂછ્યું : “શું તને પાકી ખાતરી છે કે તારા એકેક બાણથી અમે ત્રણેય પૂરા થઈ જઈશું ?' જવાબમાં ચાંપાએ કહ્યું : “એમાં જરા જેટલી પણ શંકા રાખતા નહિ.' Eા પાડે . કામ માટે તારી માતા ના મહાન शिष्ट पुरुष शिष्ट-मार्ग का पालन करने से शिष्टत्व को पाते हैं । शिष्ट मार्ग का उल्लंघन करने से अशिष्टत्व पाते हैं । - यतिलक्षणसमुझय टीका પ્રવચન-૩:જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy