________________
આવ્ય ઘર-પેઢીનું કામ ગૌણ કરીને પણ ધર્મને સાધી લેવાનું મન હોય તે જ આ સંચાલનનો અધિકારી છે.
એક સાથે ધર્મનું અને સંસારનું : બંનેનું કાર્ય આવી પડે ત્યારે તમે કયું કામ પહેલાં કરો ? જે ધર્મરાગી હોય તે પહેલું કામ ધર્મનું જ કરે. સંયોગવિશેષમાં સંસારનું કામ પહેલું કરવું પડે તો એનું હૈયું ડંખતું હોય.
ધર્મનો રાગી હોય તે રાત્રિભોજન ન કરે, અભક્ષ્ય ન ખાય, અપેય ન પીએ, હોટલમાં ન જાય, શ્રાવકને ન છાજે એવું એક કામ એના જીવનમાં ન હોય.
તમે જ કહો અમે સાધુ કેટલા કલાકના ? સભા ચોવીસે કલાકના !
ચોવીસે કલાકના અને જીવનભરના, બરાબર ? અમારે માટે કોઈ વેકેશન કે રીસેસ હોય ? ના, પાટ પર હોઈએ ત્યારે જ સાધુ કે બધે જ સાધુ?
એવો જ પ્રશ્ન તમને પણ કરી લઉં? તમે શ્રાવક કેટલા કલાકના? તમે ભલે સંસારમાં રહો, સંસારની બધી ક્રિયા કરો પણ તે શ્રાવકપણાની મર્યાદામાં રહીને જ કરો છો ને ? તમે સંસારમાં છો એટલે તમારે વેપાર પણ કરવો પડે અને વ્યવહાર પણ કરવો પડે. છોકરાનાં લગ્ન પણ કરવાં પડે અને છોકરીનાં લગ્ન પણ કરવાં પડે. પણ એ બધું તમે શ્રાવકપણાની મર્યાદામાં રહીને જ કરો ને ? તમે વેવાઈ, વેપારી કે કોઈપણ સંસારી સંબંધી ખરા, પણ એની પહેલાં શ્રાવક તો ખરા જ ને ?તમારી પહેલી ઓળખ કઈ ? શ્રાવકરૂપે કે વેવાઈ, વેપારીરૂપે ? જેને જેના પર રાગ તેને એ વસ્તુ વિના ચેન ન પડે. તમે જો ધર્મરાગી હો તો તમને ધર્મ કર્યા વિના ચેન ન જ પડે ?
એવા એવા પણ વહીવટદારો હોય છે કે જે બાર મહિને બાર વખત પણ દેરાસરે ન જતા હોય, નબળાં વ્યસનોમાં ફસાયા હોય, એમની સામાજિકવ્યાવહારિકનીતિમત્તા પણ સાવ નીચી હોય. એવા આત્માઓ જ્યારે ધર્મક્ષેત્રોનો વહીવટ કરે ત્યારે તેઓ અહિત કરી બેસે છે. હું કોકને કહેવા નથી બેઠો પણ
तुच्छं पि सुपत्तमि उ, दाणं नियमेण सुहफलं होइ । जह गावीए दिनं, तिणं पि खीरत्तणमुवेइ ।।
- कुमारपाल प्रतिबोध
ફ્રકાર છે
૯૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org