________________
બધા જ પોતપોતાનું આત્મનિરીક્ષણ કરે અને જ્યાં પોતાની ક્ષતિ દેખાય ત્યાં સુધારો કરે એ માટે કહું છું.
મેં એવા પણ વહીવટદાર જોયા છે કે જે દેરાસર ખૂલે ત્યારે હાજર રહે, કેટલા ભગવાન છે, કેટલા ધાતુના ભગવાન છે, કેટલા સિદ્ધચક્રજી છે, અલંકાર, આંગી, મુકુટ ચીજવસ્તુ બધી બરાબર છે કે નહિ તેની એક નજરમાં પરખાઈ જાય. પૂર્વે તો દેરાસરમાં સેંકડો પ્રતિમાજી રહેતાં છતાં આવા વહીવટદારો બધું ધ્યાનમાં રાખતા. દેરાસર બંધ થાય તે વખતે પણ એ હાજર હોય. બધું ચેક કરી લે પછી જ દેરાસર મંગળ થાય, પેઢીનો રોજે રોજનો હિસાબ એ જ દિવસે ચોખ્ખો થવો જોઈએ એ બધાનું એ ધ્યાન રાખતા. બીજા દિવસ ઉપર ન રાખે કે જેથી જે ગોટાળો વાળવો હોય તે વાળી શકાય. આજે તો વહીવટો મુનિમોના ભરોસે ચાલે, એ લખીને લઈ આવે અને શેઠ પેઢીમાં બેઠાં બેઠાં એના ભરોસે ચેક પર સહી કરી આપે. દેરાસરો તમે સોંપ્યાં પૂજારીઓને, ગુરુભગવંતોને સોંપ્યા મુનિમ-મહેતાજીને, જ્ઞાનભંડાર સોંપ્યા લાયબ્રેરીયનોને, તમારે પોતાને શું કરવાનું રહ્યું?
એક વાત કહેવી છે ખોટું લગાડશો નહિ. આજે તમે ધર્મક્ષેત્રોનો જે રીતે વહીવટ કરો છો એ જ રીતે તમારી પોતાની પેઢીઓનો વહીવટ કરો તો ઉઠમણું જ કરો ને! ત્યાં સંસારમાં તો કદાચ આજે ઉઠમણું કરીને આવતીકાલે પાછા બેસીય જશો પણ અહીં ધર્મક્ષેત્રમાં જો તમારું ઉઠમણું થાય તો ક્યારેય બેઠા થઈ શકશો નહિ. ભવોભવમાં ઉઠમણાં ચાલુ રહેશે. ઘણા સારા સંઘો પણ છે જેમનો વહીવટ ઉત્તમ કક્ષાનો ચાલે છે. પણ મારે તો તમારામાં રહેલા દોષ બતાવવાના છે, જેથી સુધાર થઈ શકે. અમારો વહીવટદાર જો પોતે દેશવિરતિ કક્ષાનો હોય તો એના જીવનમાં ઉભય ટંકનું પ્રતિક્રમણ હોય ને?એ સામાયિક-પૌષધ આદિ આરાધના તો કરે જ ને ? વહીવટદાર જો સમકિતધારી હોય તો એ દેવપૂજા, ગુરુભક્તિ, સાધર્મિકભક્તિ, વ્યાખ્યાનશ્રવણ વગેરે કાર્યો તો કરે જ ને? એ રીતે
जैसे गाय को दिया हुआ तृण (घास) भी दूध बन जाता है, वैसे सुपात्र में दिया हुआ अल्प भी दान बेशक शुभ फलदायी વનતા રે !
___ - कुमारपाल प्रतिबोध
પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org