________________
સર્વાગીણ, બધાં જ પાસા-પર્યાયનું જ્ઞાન એ વિજ્ઞાન છે. વિજ્ઞાન કરવા માટે પદાર્થને નય-
નિપાથી સમજવો પડે. સ્યાદ્વાદ-અનેકાંતના સિદ્ધાંતો કામે લગાડવા પડે. માત્ર આપણે સ્યાદ્વાદી-અનેકાંતવાદી એમ બોલવાથી કામ નથી થતું. એનો મતલબ સમજવો પડે. આમ પણ થાય અને આમ પણ થાય એ સ્યાદ્વાદ નથી. એ તો અસ્થિરવાદ છે.
સ્યાદ્વાદ તો નિશ્ચિતવાદ છે. એટલે આ અપેક્ષાએ આમ જ થાય અને આ અપેક્ષાએ આમ ન જ થાય, એવા નિશ્ચયપૂર્વકનો સ્યાદ્વાદ છે.
એક વ્યક્તિમાં ભલે કાકો, મામો, ભાઈ, સસરો, દીકરો, જમાઈ જેવા અનેક ગુણ રહ્યા પણ કાકો છે તે ભત્રીજાની અપેક્ષાએ જ, ભાણાની અપેક્ષાએ નહીં જ.
તેમ મામો છે તે ભાણીયાની અપેક્ષાએ જ. ભાઈ છે તે ભાઈ કે બહેનની અપેક્ષાએ જ. સસરો છે તે જમાઈ કે દીકરાની વહુની અપેક્ષાએ જ. દીકરો છે તે બાપ કે માની અપેક્ષાએ જ. જમાઈ છે તે સસરા કે સાસુની અપેક્ષાએ જ. બીજી અપેક્ષાએ નહિ જ. આ રીતે દરેકે દરેક વિષયમાં દરેક રીતે ઊંડાણથી સમજવું જરૂરી છે. આ બધું સમજવા માટે ઘણું બધું ભણવું જરૂરી છે.
કોઈ વસ્તુ કર્તવ્ય હોય તે ઉત્સર્ગથી કર્તવ્ય હોય અપવાદથી એ અકર્તવ્ય પણ હોય. કોઈ વસ્તુ ઉત્સર્ગથી અકર્તવ્ય હોય તે અપવાદથી કર્તવ્ય પણ હોય; એ માટે ઉત્સર્ગ શું ને અપવાદ શું? એ પણ જાણવું પડે.
ઉત્સર્ગ એટલે રાજમાર્ગ અને અપવાદ એટલે આડમાર્ગ-ડાયવર્ઝન. રાજમાર્ગ બરાબર હોય તો ડાવયર્જન પર ચાલવાની જરૂર નથી. રોડ તૂટ્યો હોય કે રોડ ઉપર ચલાય તેવું ન હોય, ત્યારે જ ડાયવર્ઝન પર ચાલવાનું હોય છે. ડાયવર્જન પર ચાલવાનું તે પણ રાજમાર્ગે ચડવા માટે જ. જે ડાયવર્જન રાજમાર્ગે ન ચડાવે તે ડાયવર્જન-અપવાદ નથી પણ ઉન્માર્ગ જ છે. આ બધું જ તમે જાણો તો સાચું અર્થવિજ્ઞાન-તત્ત્વનિર્ણય થાય અને પછી એની શ્રદ્ધા અસ્થિમજ્જા બની જાય. એને કોઈ ફેરવી ન શકે.
जिणपवयणवुद्धिकरं पभावगं णाणदंसणगुणाणं । वढेतो जिणदव्वं तित्थयरत्तं लहइ जीवो ।।
ભાજપ ના કાર
તમામ
-संबोध प्रकरण
૧૧૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org