________________
નિયંત્રણ હોય તો તમારા માટે પણ કેટલું નિયંત્રણ હશે !
તમારે જો શ્રી જૈનશાસનની સેવા કરીને તમારું આત્મકલ્યાણ સાધવું હોય તો સમારે પણ તે માટે જરૂરી ગુણો કેળવવા જ પડશે. માત્ર ચૂંટણી લડીને ટ્રસ્ટી બની જવું, રૂપિયા કે મોભાના જોરે ટ્રસ્ટી બની જવું, લાગવગ કે કોણીના જોરે વહીવટ હાથમાં લઈ લેવો એ શ્રી જૈનશાસનની મર્યાદાનું પાલન નહીં પણ ઉલ્લંઘન છે. એ શ્રી જૈનશાસનની સેવા નહીં પણ આશાતના-અપરાધ છે.
જો તમે કોઈપણ શ્રીસંઘના કે સંઘ-ટ્રસ્ટના ટ્રસ્ટી કે અધિકૃત વહીવટદાર હો તો તમારે માથે ઘણી મોટી જવાબદારી આવે છે અને એ માટે તમારે દરેક રીતે સજ્જતા કેળવવી જરૂરી છે, ગુણસંપન્ન બનવું જરૂરી છે, દરેક રીતનો ભોગ આપવો આવશ્યક છે. માત્ર ટ્રસ્ટી બની બેસવાથી નહીં ચાલે.
શ્રી જૈનશાસનના સંચાલક તરીકે જેમ જૈનાચાર્યોની જવાબદારી છે અને એ તેમણે યોગ્ય રીતે પાર પાડવાની છે, તેમ શ્રાવકસંઘમાં પણ જેઓ મોભીના સ્થાને છે, આગેવાન છે, ટ્રસ્ટી, પ્રમુખ, સેક્રેટરી વગેરે પદો ઉપર બેઠા છે, એ બધાની પણ ઘણી મોટી જવાબદારી છે. તેમની એક પણ પ્રવૃત્તિ એવી ન જ હોવી જોઈએ કે જેને જોઈને શ્રી જૈનશાસન કે શ્રી જૈન સંઘ માટે કોઈ માણસ નબળો અભિપ્રાય બાંધી જાય. સભા : ધર્મોપદેશક માટે આ કડીમાં ચાર ગુણો બતાવ્યા, તેમ બીજે બીજા
કોઈ ગુણો બતાવ્યા છે ખરા? હા, ધર્મોપદેશક માટે અહીં જેમ ચાર ગુણો બતાવ્યા છે, તેમ અન્યત્ર છત્રીસ ગુણ પણ બતાવ્યા છે. આમ છતાં આ ચાર ગુણોમાં એ છત્રીસ ગુણોનો જુદી જુદી અપેક્ષાએ સમાવેશ થઈ જાય છે. સભા: જેમ ધર્મોપદેશક માટે ચાર કે છત્રીસ ગુણો બતાવ્યા છે, તેમ સંઘના
સંચાલક, વહીવટદાર માટે કોઈ ગુણ બતાવ્યા છે ખરા ?
હા
.
जो जिनमत को सम्यक् प्रकार से कहते हैं, वे आचार्य तीर्थकर समान हैं । जिन-आज्ञा को उल्लंधित करनेवाला कापुरुष (खलपुरुष) है, वह सत्पुरुष नहीं है। - गच्छाचारपयन्ना
પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org