________________
દેરાસરમાં ભંડાર પરનું કેળું ભૂખ લાગેલી હોવાથી લઈને ખાઈ લીધેલું. દીક્ષા લીધા પછી મને એ યાદ આવ્યું. એ દેવદ્રવ્યના ભોગવટાના પાપથી હું ધ્રૂજી ઊઠ્યો. જ્યારે પણ કોઈ ભક્ત મળે ત્યારે એને હું કહું છું કે, તમે દેરાસરના ભંડારમાં અમુક રૂપિયા નાંખજો અને કહેજો કે, પેલા વરધીલાલે કેળું ખાધું હતું, તે પાપથી તેને ઉગારજો મુદ્દો સમજજો.
આચાર્યશ્રી કલાસસાગરસૂરિજી મહારાજ દેવદ્રવ્યના ભક્ષણના પાપથી એટલા બધા ડરતા કે એ જ્યારે પણ મુંબઈમાં આવતા ત્યારે એક ચોક્કસ ઉપાશ્રયમાં ઊતરતા નહિ. ત્યાં સ્વપ્નદ્રવ્ય-દેવદ્રવ્ય ઉપાશ્રયમાં વપરાતું. ટ્રસ્ટીઓ એમના માટે અલગ વ્યવસ્થા કરવા ઈચ્છતા તોપણ એ ત્યાં ન જ જતા.
એ જ આચાર્યશ્રીએ જીવનભર માટે ચોખા-ભાતનો ત્યાગ કરી દીધેલો. એમને એમ હતું કે, દેરાસરમાંથી કોઈ ચકલી ચોખાનો દાણો ઉપાડી જાય અને ચોખાના ઢગલામાં પડી જાય. એ ચોખા મારા પેટમાં જાય તો દેવદ્રવ્યના ભક્ષણનું પાપ મને લાગે. અહીં પણ ભાવના વિચારજો. સભા સુના હૈ કી મંદિર કી છાયા મેં ખડે રહનેવાલોં કો ભી પ્રાયશ્ચિત્ત
આતા હૈ / જરૂર, તમે તડકેથી જતા હો અને દેરાસરનો છાંયડો આવતો હોય તો શાતા મેળવવા ત્યાં ઊભા રહો કે બેસો તો એનો દોષ તમને લાગે છે. મંદિરદેરાસરના કંપાઉન્ડમાં પ્રવેશ કર્યા બાદ કોઈ પણ સાંસારિક પ્રવૃત્તિ, વાતો કે વિચાર થઈ શકે નહિ.
સભા દેરાસરમાં પાણી રાખ્યું હોય છે, તેનાથી મોટું સાફ કરી શકાય?
પૂર્વે આ પ્રશ્ન જ નહોતો; કેમ કે બધાનાં મોઢાં સાફ જ રહેતાં. પણ જ્યારથી તમારા પાન, પાન-મસાલા, તમાકુ, બીડી-સિગારેટ, ગુટખા ને માવા આવ્યા ત્યારથી તમારા જેવા નામદારોને જિનદર્શનથી વંચિત નહિ રાખવા માટે
જ કામ કરતા
माता-पिता की सेवा-शुश्रूषा यह दीक्षा का प्रथम मंगल है । क्योंकि ये माता-पिता धर्म में प्रवृत्ति करनेवाले मनुष्यों का महान पूजास्थान है।
- अष्टकप्रकरण
પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org