SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તમે પણ તમારાં સંતાનો, આશ્રિતો અને સેવકો કે અનુગામીઓનું ઘડતર નહિ કરો તો આ શાસન ચલાવશો શી રીતે ? ઘરમાં બાળક જન્મે ત્યારથી એ શ્રમણ બને એવું એનું ઘડતર કરવું જોઈએ. જો તે શ્રમણ બની શકે તેવું ન લાગે તો એ શ્રમણોપાસક બને તેવું તેનું ઘડતર કરવું જોઈએ. એનામાં કાંઈક ચમકારો દેખાય તો એને શાસનપ્રભાવક-સંરક્ષક નનાવવા વિશેષ પ્રકારે એનું ઘડતર કરવું જોઈએ. જો તેનામાં વહીવટી ક્ષમતા ખાય તો તે ધર્મક્ષેત્રનો સુંદર વહીવટદાર બને એ રીતનો પ્રયત્ન કરવો જોઈએ. મા બધી જ જવાબદારી તમારા શીરે છે. ધર્મક્ષેત્રનો વહીવટ વગેરે કરવા માટે જે બાર ગુણોની વાત અત્યારે કરવી છે, તે ગુણોનું વર્ણન ‘દ્રવ્યસપ્તતિકા’, ‘પંચાશક’ વગેરે મહાગ્રંથોમાં કરાયું છે. ના ગુણોની સમજ કેળવવી જેમ જરૂરી છે, તેમ આ ગુણોની અનિવાર્ય નાવશ્યકતા માટે શ્રદ્ધા પ્રગટવી પણ એટલી જ જરૂરી છે. જે વ્યક્તિ આ બાર ગુણોને ઊંડાણથી સમજી એની અનિવાર્ય આવશ્યકતા અંગે શ્રદ્ધા ધરાવે તે જ મેને અમલમાં લાવી શકે. ધર્મક્ષેત્રનો વહીવટ કરનારના જીવનમાં જો આ બાર ગુણો અમલમાં આવી જાય તો દરેક દરેક ધર્મક્ષેત્રો ધબકતાં બનીને અનેક જીવો uટે ઉપકારક બની શકે. માટે આ બાર ગુણોને બરાબર સમજ્યાનો, સમજીને મેની અનિવાર્ય આવશ્યકતા અંગે શ્રદ્ધા પ્રગટાવવાનો અને યથાશક્ય અમલમાં ાવવાનો તમે પ્રયત્ન કરો તે તમારા હિત માટે પણ બહુ જરૂરી છે. માટે સૌ પહેલાં પોતાના જીવનમાં આ બાર ગુણો કેળવાય, તે પછી પોતાનાં તાનો, આશ્રિતોમાં પણ એ ગુણો આવે તેની તકેદારી રખાય અને જે કોઈ ર્મક્ષેત્રમાં નવા જોડાવા ઈચ્છતા હોય તેમને પૂરતું પીઠબળ અપાય તે બહુ જ રૂરી છે. આ ગુણોમાં કેટલાક ક્ષમતાને લગતા છે, કેટલાક પુણ્યપ્રકૃતિને લગતા છે, अंशमात्र पढ कर पंडित बने लोग संशय पैदा होने पर भी गीतार्थ को पूछते ही नहीं, अतएव वे शुद्ध मोक्षमार्ग को चूक નાતે હૈં। चैत्यवंदन महाभाष्य Jain Education International પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય For Private & Personal Use Only ૫૫ www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy