SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તો દ્વાદશાંગીનું શું મહત્ત્વ છે, એ દ્વાદશાંગી પ્રત્યે ચતુર્વિધ શ્રીસંઘનું શું કર્તવ્ય છે, અને એ કર્તવ્ય અદા કરવાથી શ્રીસંઘને શું શું લાભ થાય અને એ કર્તવ્યને ચૂકવાથી શ્રીસંઘને શું શું નુકસાન થાય, તેનો સાચો ખ્યાલ આવી શકે. ભગવંત જ્યારે સાક્ષાત્ હતા અને જ્યારે એમણે આ શાસન સ્થાપ્યું ત્યારે આપણે હતા કે નહિ તેની ખબર નથી, પરંતુ ભગવાનના જ્ઞાનમાં તો આપણે ચોક્કસ હતા જ. ભગવંતે આ શાસનની ધુરા માત્ર તત્કાલીન ચતુર્વિધ શ્રીસંઘ ઉપર જ પ્રસ્થાપિત કરી છે, એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. પ્રભુએ તત્કાલીન ચતુર્વિધ શ્રીસંઘ ઉપર એ ધુરા મૂકીને ર૧૦૦૦ વર્ષ સુધી થનારા ચતુર્વિધ શ્રીસંઘ ઉપર આ શાસનધુરા મૂકવાનો સંકેત આપ્યો છે. એથી જ શ્રીસુધર્માસ્વામીએ એ ધુરા જંબુસ્વામીને, એમણે પ્રભવસ્વામીને સોંપી, એમ ક્રમિક રીતે એ ધુરાને આગળ ને આગળ સોંપતા ગયા છે. સભા: એનો મતલબ તો એ થયો કે, આ જવાબદારી માત્ર આચાર્યો ઉપર જ આવી, ચતુર્વિધ શ્રીસંઘ ઉપર ક્યાં આવી? અહીં તમારી ભૂલ થાય છે. નિયુક્તિ મુખ્યની થાય, તેમાં આશ્રિતો આવી જાય. ચતુર્વિધ શ્રીસંઘમાં શ્રમણો મુખ્ય છે અને શ્રમણોમાં આચાર્ય મુખ્ય છે. એટલે મુખ્યની નિયુક્તિ દ્વારા ચતુર્વિધ શ્રીસંઘની નિયુક્તિ થઈ જાય છે. ૨૧૦૦૦ વર્ષ સુધી આ શાસનમાં થનાર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના ખભા પર ભગવંતે આ શાસનની ધુરા પ્રસ્થાપિત કરી ભગવંતે કહ્યું કે, જગતના હિત માટે આ શાસન મેં સ્થાપ્યું છે, એ જ આશયથી તમે એને ચલાવજો. વચ્ચે બે વાત કરી લઉં : પહેલી વાત એ છે કે, શાસન ક્યારે સ્થપાય? કોના દ્વારા સ્થપાય ? કોના દ્વારા ચાલે ? ક્યાં સુધી ચાલે ? કોનું તેમાં નેતૃત્વ હોય? અને કોની જવાબદારી હોય ? એ બધી વાત જાણવા જેવી છે. કરી संघ के किसी अंग द्वारा खराब काम होने पर जो जैनसंघ की निंदा करता है, वह जीव हर भव में सभी जनों द्वारा નિદ્રા - રોજ વનવા રે ! - ચૈત્યવંટન મદમણ મારા ' ' પ્રવચન-૧ પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy