________________
કોઈનો ઉદ્ધાર નહીં થાય.” “પૂજા-પડિક્કમણામાં સમય બરબાદ કરવાની કોઈ જરૂર નથી.” “ઓચ્છવ-મહોત્સવમાં ધનનો ઉપયોગ એ તો ધનનો ધૂમાડો કરવા બરાબર છે.”
આવી તો કેટલીએ વિચિત્ર વાતોનો વાવંટોળ ઊઠ્યો હતો. એ સમયે સામા પૂરે તરવાનું કામ એ મહાપુરુષે કર્યું હતું. એ માટે એમણે પોતાની સમગ્ર જાતને હોડમાં મૂકી હતી. આત્મસામર્થ્ય, ચારિત્રબળ અને દેશનાની પ્રચંડ તાકાતથી એ તમામ વમળોને નાથવાનું કામ એમણે એકલે હાથે ઉપાડ્યું હતું. એક એક પ્રવચનના અંતે એના ઘેરા પ્રત્યાઘાતો પડતા હતા. ઘરોમાં, બજારોમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં એની જ ચર્ચા થતી. દૈનિક પેપરોમાં પણ એની અસરો વિધવિધ રીતે પડઘાયા કરતી. એમાંથી પરિણામલક્ષી એક નવા સંઘર્ષનો પ્રારંભ થયો હતો.
સુધારકોની એક એક વાતોનો યુક્તિપુરઃસર શાસ્ત્રસાપેક્ષ જવાબ અપાઈ રહ્યો હતો. આ આખાએ પ્રતિવાદનું પ્રતિબિંબ, શ્રી સંઘસ્વરૂપ દર્શન ભાગ-૧ થી ૫ અને આચારાંગ સૂત્રનાં પ્રવચનો ભાગ-૧ થી ૧૪માં પ્રકાશિત થયેલ પ્રવચનોમાં આજે પણ જોવા મળે છે. આ બધા પ્રતિકારનું પરિણામ એવું હકારાત્મક આવ્યું કે જેઓ સુધારાવાદના ચક્રવાતમાં અટવાયા હતા, તે મુક્ત થઈ ગયા, અને એ બધા પણ આ અભિયાનમાં જોડાયા. જાગૃતિનો શંખનાદ ફૂંકાયો. શ્રોતાઓને જ્ઞાનનો ઉજાસ લાધ્યો. શ્રદ્ધાના પાયા મજબૂત થયા. સુધારકોના કિલ્લાઓ તૂટવા લાગ્યા. સુધારાવાદનો પ્રબળ સામનો થયો. જેના પરિણામે વાતાવરણમાં સારી એવી ગરમી આવી. સુધારાવાદીઓએ જોયું કે આ પ્રવચનો ચાલશે તો હવે ટકવું મુશ્કેલ છે, કોઈ પણ રીતે આ પ્રવચનો બંધ થવાં જ જોઈએ. પ્રવચનોને બંધ કરાવવા કેટલાક મધ્યસ્થી કરનારા લોકોનો સંપર્ક સાધ્યો. જવાબદારી એમને સોંપાઈ. એમણે મારા પરમતારક ગુરુદેવશ્રીજીના ભક્ત આગેવાનોને આ જવાબદારી સોંપવા સંપર્ક કર્યો. તેઓ એમની વાતમાં
अनियाणोदारमणो हरिसवस विसप्पकंचुइयराइ । पूएइ गुरुं संघं साहमियमाइ भत्तीए ।।
- भक्तपझक्खाण
૧૨૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org