SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મોતે પોતાની ખુરશી સાચવી શકે એવા સાધુઓ એને વધારે માફક આવે છે. આ પ્રશ્નની એક બીજી પણ બાજુ છે કે કેટલાક વહીવટદારોને તો માત્ર પૈસો ભેગો કરવામાં અને એ પૈસાના જોરે પોતાનો સ્વાર્થ સાધવામાં જ રસ હોય છે. એથી એના હસ્તકના વહીવટમાંથી એક રૂપિયો પણ એને વાપરવાની ઈચ્છા હોતી નથી. એને સાધુની પણ જરૂર એટલા જ પૂરતી હોય છે કે એના વહીવટ માટે રૂપિયા ભેગા કરી આપે છે એવા સાધુના પ્રભાવે રૂપિયા ભેગા થયા કરે. આવા વહીવટદારોને તો સાધુએ કહેવું પડે કે ભેગા કરેલા રૂપિયા યોગ્ય જગ્યાએ વાપરી દો. છેવટે અમારી નિશ્રામાં જે રૂપિયા ભેગા થાય તેને તો તત્કાળ યોગ્ય જગ્યાએ વાપરી જ નાખવા પડશે. જો તમને એ મંજુર હોય તો અમે ચોમાસુ આવીએ. હા ! અમારે કોઈ કામ નથી, અમારા તરફથી કોઈ સ્થળ માટેનું દબાણ નથી, પરંતુ શાસ્ત્રીય મર્યાદા અનુસાર જ્યાં જરૂર હોય ત્યાં તત્કાળ પૈસો વાપરવાનો હોય તો આવીએ, તો આવી શરતમાં વાંધો નથી. તમે ગમે ત્યાં દ્રવ્ય વેડફી દો એમ હું નથી કહેતો, પણ જે આવક થઈ તે વિધવિધ તીર્થો, ગામોમાં જાતે જઈ તપાસ કરીને એ રકમ તમારે વાપરવી જોઈએ. અગર તો તે તે તીર્થોને, ગામોને તમારે જાણ કરવી જોઈએ કે અમારી પાસે આટલી આટલી આવક થઈ છે, તમારે ત્યાં કોઈ કાર્ય હોય તો જણાવશો; જેથી અમે લાભ લઈ શકીએ. સભા નૂતન મંદિર બનાવી શકાય કે નહિ ? ન જ બનાવી શકાય એવું નથી. પરંતુ રાજમાર્ગ તો એવો છે કે, નૂતન જિનમંદિર વ્યક્તિએ કે સંઘે પોતાના વ્યક્તિગત ધનથી બનાવવાનું છે; પરંતુ જ્યારે એ શક્ય ન હોય અને આરાધના માટે જિનમંદિરની જરૂર હોય તો વર્તમાનની વિષમ પરિસ્થિતિમાં દેવદ્રવ્ય ગમે ત્યાં વેડફાઈ ન જાય, તે માટે ‘દેવ માટેનું દ્રવ્ય દેવના કાર્યમાં જ વપરાય' - એવા હેતુથી નૂતન જિનમંદિરના जिनमंदिर निर्माण की विधि में१-शुद्ध भूमि, २- इंट, लकडा-पाषाण आदि सामग्री की शुद्धि, ३ - शिल्पी, नोकर वर्ग आदि को न ठगना, ४ - खुद के भावों की वृद्धि एवं ५ - यतना (जीवदया का भाव) इतनी ચીને ગાવા પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૭૧ Jain Education International For Private & Personal Use Only, www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy