________________
ઉચ્ચારણ કરાવતાં પૂર્વે જે ચારિત્રનાં ઉપકરણો અર્પણ ક૨વાનાં હોય છે, તે ઉપકરણોને અર્પણ કરવાની બોલીની ૨કમ - આ બન્નેય ૨કમ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતે જમા કરવાની હોય છે.
એ દ્રવ્યનો ઉપયોગ સાધુ-સાધ્વીજીની માંદગી વખતે તમામ પ્રકારની ચિકિત્સા માટે, તેમને માટે જરૂરી ઔષધો વગેરે માટે વાપરી શકાય. જૈન ડૉક્ટરને આમાંથી ફી ન અપાય. જૈન વિક્રેતા પાસેથી આ દ્રવ્યમાંથી દવા લાવી હોય તો નફાની ૨કમ જુદી સાધારણખાતામાંથી આપવી જોઈએ. સાધુસાધ્વીજીની સેવામાં રહેલ અજૈન માણસનો પગાર પણ આ દ્રવ્યમાંથી આપી શકાય. સાધુ-સાધ્વીજીને સંયમસાધનામાં જરૂરી ઉપકરણો પણ આમાંથી લાવી આપી શકાય. આ દ્રવ્યમાંથી લાવેલ-બનાવેલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ શ્રાવક-શ્રાવિકા-મુમુક્ષુ ભાઈ-બહેન ન કરી શકે. સાધુ-સાધ્વી પણ એ ચીજો શ્રાવક-શ્રાવિકા કે મુમુક્ષુ વગેરેને ન આપી શકે.
સાધુ-સાધ્વીને નિર્દોષ વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણો પ્રાપ્ત થાય એ માટે જ્ઞાનીઓએ બતાવેલો બીજો પણ એક ઉપાય છે. તમારા માટે ઉઘાપન નામનું પ્રતિવર્ષ આચ૨વાનું એક કર્તવ્ય છે. તમારા જીવનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રતપની કોઈ પણ આરાધના થઈ હોય તો તેના કળશારોપણ સમાન ઉદ્યાપનઉજમણું ક૨વું જોઈએ. એમાં પોતાની શક્તિ મુજબ જ્ઞાન-દર્શન અને ચારિત્રને લગતાં ધર્મોપકરણો લાવી મૂકવાનાં હોય છે. એ ઉદ્યાપનમાં મૂકેલી તમામ સામગ્રી સંઘને સોંપી દેવાની હોય છે. એમાંની કોઈ પણ સામગ્રી કે છોડ પણ પોતાના ઘરમાં રાખી શકાય નહિ. પોતાના ઘરના પ્રસંગે એ ઉદ્યાપનનો છોડ (ચંદરવો-પૂંઢિયું) લાવી બાંધી શકાય નહિ. બાંધવો હોય તો એનો નકરો સાધારણ ખાતે આપવો પડે. એ બધી સામગ્રી ચતુર્વિધ શ્રીસંઘમાં જ્યાં જ્યાં જરૂ૨ હોય ત્યાં તત્કાળ અર્પણ કરવી જોઈએ કે મોકલી દેવી જોઈએ. મમત્વથી રાખી મૂકવી ન જોઈએ.
धर्मकायों के समान अन्य कोई श्रेष्ठ कार्य नहीं है, जीवहिंसा समान अन्य कोई श्रेष्ठ- पाप नहीं है, प्रेमराग समान अन्य कोई श्रेष्ठ बंधन नहीं है और बोधिबीज (सम्यक्त्व ) की प्राप्ति के समान अन्य कोई महान लाभ नहीं है । गौतमकुलक
Jain Education International
પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૭૩
www.jainelibrary.org
For Private & Personal Use Only