________________
સમજો છો ? એ હૉટલમાં મજેથી ખાનારો હોય ? અભક્ષ્ય મજેથી ખાનારો હોય? અપેય ઠંડાં પીણાં મજેથી પીનારો હોય ? પાનમસાલા અને ગુટકા આદિ મજેથી ખાનારો હોય ? સિગારેટ-બીડી પીનારો હોય ? આ બધું એ કરે છતાં એને એનું દુઃખ પણ ન હોય, એને એ ખોટું પણ ન માનતો હોય; આમ છતાં એ પોતે પોતાને સંઘ મનાવે, પોતાને પચ્ચીસમો તીર્થકર કહેવરાવે અને એ સાધુને પોતાની આજ્ઞા માનવાનું કહે, તે ચાલે?
ભગવાનની આજ્ઞા સાથે જેને કશી લેવાદેવા ન હોય, શ્રાવકપણાના સામાન્ય આચારો માટે પણ જેને લગાવ ન હોય, નિંદ્ય પ્રવૃત્તિ કરવામાંય જેને થડકારો ન હોય, પ્રાથમિક કક્ષાની વ્યવહારશુદ્ધિ જાળવવાનો પણ જેનો ભાવ ન હોય, એવા લોકોનો સમૂહ ભેગો થાય, શું એને સંઘ કહેવાય ? શું એને પચ્ચીસમો તીર્થકર કહેવાય? શું એની આજ્ઞા સાધુઓએ શિરસાવંઘ કરવાની ? જો આવું કરવાનું થાય તો પરિણામ શું આવે?
અમે વિહાર કરતાં છાંયડો મેળવવા ક્યાંક પાનના ગલ્લા પાસે ઊભા રહી શકીએ ?નહીં; કારણ કે, એમાંથી કોઈને કાંઈક ગેરસમજ થવાની શક્યતા છે. આવું ન થાય તે જોવાની જો અમારી જવાબદારી હોય તો તમારી પણ કાંઈ જવાબદારી ખરી કે નહિ ?
આજે એકગાંઠ વાળીને જાઓ કે હવે પછી આવું કશું જ અધર્મપોષક અમારા જીવનમાં નહીં હોય.અહીંઆવ્યો (પાવાપુરીમાં)તો જાણવા મળ્યું કે અહીંરાત્રે ખાવાનું-ખવડાવવાનું તદ્દન બંધ છે. એટલું જ નહિ એકએક રૂમમાં પણ એનું પાલન થાય એ માટે તપાસ કરાય છે. આ ખૂબ સારી વાત છે. એક એક તીર્થમાં આવા નિયમોનું ચુસ્તતાથી પાલન થવું જોઈએ. આજે તો ધર્મશાળાઓ A/C વાળી થવા લાગી છે. ધર્મશાળાઓમાં ડબલ બેડ આવી ગયા છે. કેટલી સુવિધાઓ વધી?આ. સુવિધાઓને ધર્મની સુવિધા કહેવાય કે અધર્મની ? તીર્થસ્થાનોમાં સુવિધા શાની જોઈએ? ધર્મ કરવા માટેની કે અધર્મ કરવા માટેની ? આવી બધી સુવિધાઓ
'जिनेश्वर परमात्मा की आज्ञा से विपरीत तौर-तरीकों से जो कोई भी व्यक्ति देवद्रव्य की वृद्धि भी करे, तो भी वे अज्ञानी एवं मूढ व्यक्ति मोहवश भवसमुद्र में डूब जाते हैं । - द्रव्यसप्ततिका
પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org