SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના આવા મહાન શાસનની જવાબદારી તમારા શીરે પણ છે, એવું તમે માનો છો ? પ્રભુએ જે ચાર પ્રકારના સંઘ ઉપર સમગ્ર શાસનની, શાસનનાં પ્રત્યેક અંગોની, સાતેય ક્ષેત્રોની જવાબદારી મૂકી છે, એ ચતુર્વિધ શ્રીસંઘમાં તમારો પણ નંબર છે, એથી તમારા શીરે પણ એ જવાબદારી આવી છે, એમ તમે માનો છો ? શું તમે એવું તો નથી માનતાને કે “આ બધી જ જવાબદારી સાધુ-સાધ્વીની છે, આપણાથી થાય એટલું કરીએ, બાકી આપણી કોઈ જવાબદારી નથી ?' ભલે તમે એક નાના સંઘના, નાના તીર્થના કે એક નાનકડા ટ્રસ્ટના કાર્યકર્તા, સંચાલક કે વહીવટદાર હો, પણ તમે પ્રભુના સ્થાપેલા મહાન સંઘનું એક અંગ છો, અને શ્રીસંઘના એક અંગ તરીકે તમારા ઉપર આવેલી કે મુકાયેલી પ્રભુના શાસનની જવાબદારી એ જરાય નાની નથી. તમે એને માથેથી ખભે ન કરી શકો. જેના માથે પ્રભુના આવા મહાન શાસનની જવાબદારી છે, તેમના માથે જગતના તમામ જીવોની દુ:ખમુક્તિ અને સુખપ્રાપ્તિની જવાબદારી છે. માટે તમારા જીવનની પ્રત્યેક પ્રવૃત્તિઓ તમારે પ્રભુના શાસન પ્રત્યે જવાબદાર બનીને નિભાવવાની છે. તમે ક્યારેય એની ઉપેક્ષા ન કરી શકો. તમે બધા મોભાદાર માણસો ભેગા થયા છો. જવાબદારીના સ્થાને બેઠા છો. એટલે મારે તમને કહેવું છે કે જે જે સંઘમાં, જે જે સ્થાનમાં તમે કામ કરતા હો તે તમામ સંઘ કે સ્થાન સરવાળે જૈનશાસનનાં જ અંગ છે. કોઈ પણ સંઘ કે ટ્રસ્ટ એમ માને છે, “અમે તો સ્વતંત્ર છીએ” - તો તેમની ભૂલ છે. નાનો-મોટો કોઈપણ સંઘ કે ટ્રસ્ટ એ જૈનશાસનરૂપ, વટવૃક્ષની શાખા છે; તેની નાની-મોટી, સારી કે નરસી કોઈપણ પ્રવૃત્તિ સમગ્ર શાસનને અગર તો શાસનનાં અન્ય અંગોને અસરકર્તા બની શકે છે. એટલે જે તમે નાના-મોટા કોઈપણ સંઘ કે ટ્રસ્ટના સંચાલક, વહીવટદાર હો તો કોઈને કોઈ પ્રકારે સમગ્ર શાસનની यस्तु शासनमालिन्येऽनाभोगेनापि वर्तते । बध्नाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम् ।। - હાઈ શિક્ષા - ત્રિશ ૧૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy