SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાગત અને સન્માનોને પણ નકારીને દુઃખોને આવકાર્યા હતાં. એના જ પરિણામે આજે અમે અહીં સુધી પહોંચ્યા છીએ. પ્રભુની સાધના પરાકાષ્ઠાએ પહોંચી. વૈશાખ સુદ દસમના દિવસે ત્રીજા પહોરે ઋજુવાલુકા નદીના કિનારે એ પરમાત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા. દેવોએ દોડાદોડ કરી મૂકી અને ત્યાં નજીકમાં જ પ્રથમ સમવસરણનું નિર્માણ કર્યું, પરમાત્માએ ક્ષણિક દેશના આપી પ્રયાણ કર્યું; કારણ કે, જે ધર્મશાસન સ્થાપવું હતું તે માટે જરૂરી સંયમધર થનારા આત્માઓ ત્યાં ન હતા અને તીર્થંકર પરમાત્મા સ્વયં વિદ્યમાન હોવા છતાં શ્રમણ થનાર આત્માઓ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી શાસન સ્થપાય નહિ. પ્રભુ ત્યાંથી પ્રયાણ કરી પાવાપુરી પધાર્યા. સભા: એ જ આ પાવાપુરી ? ના, એ આ પાવાપુરી નથી. એ પાવાપુરી તો બિહારમાં આવ્યું છે. અહીં આવેલા દરેકને ખ્યાલ હોવો જોઈએ કે પરમાત્માની પહેલી અને છેલ્લી દેશના પાવાપુરીમાં જ થઈ હતી. તે નગરીનું મૂળ નામ તો અપાપાપુરી હતું. પરમાત્માએ જે શાસનની સ્થાપના કરી તેને મોક્ષમાર્ગ કહો, દુઃખમુક્તિનો માર્ગ કહો, સુખપ્રાપ્તિનો માર્ગ કહો, આધ્યાત્મિક સામ્રાજ્યનો માર્ગ કહો કે આત્મસ્વરૂપના પ્રગટીકરણનો માર્ગ કહો બધું એક જ છે. પ્રભુનું શાસન શું છે અને આપણા માટે એ જરૂરી કેમ છે? એ વાતને બહુ જ ઊંડાણથી વિચારો ! એ તમારા હિત માટે પણ જરૂરી છે. પાવાપુરીના આંગણે રચાયેલા સમવસરણમાં ભગવાને અગિયાર પુણ્યાત્માઓને કઈ રીતે પ્રતિબોધ કરી ગણધર બનાવ્યા તેની વાત અત્યારે નથી કરતો, પણ પ્રભુની પાવન કૃપાથી પરિપ્લાવિત થઈ અગિયારેય બ્રાહ્મણશ્રેષ્ઠોએ જ્યારે પરમાત્માનું શિષ્યત્વ સ્વીકાર્યું ત્યારે એમને પ્રશ્ન થયો કે આ વિશ્વમાં તત્ત્વ जहाँ तीर्थकर-महानुभावों के जन्म, दीक्षा, केवलज्ञान और निर्वाण होते हैं । वहाँ यात्रा करनेवालों का सम्यग्दर्शन दृढ હતા ? - वधर्मान देशना પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૭ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy