________________
શું છે ? એનું સમાધાન મેળવવા એમણે પરમાત્માને પ્રશ્ન કર્યો : ‘ભયવ ! કિં તરૂં ?” પરમાત્માએ જવાબ આપ્યો : ‘ઉપન્નઈ વા’=ઉત્પન્ન થાય છે પણ - જગતના તમામ પદાર્થો ઉત્પન્ન થવાના સ્વભાવવાળા પણ છે. આ જવાબથી એમને ઘણું સારું સમાધાન મળ્યું. આમ છતાં આ જવાબમાં પ્રભુએ કહેલા ‘વા’– પણ શબ્દથી નવી જિજ્ઞાસાનો જન્મ થયો. તેથી બીજી વાર એ જ પ્રશ્ન કર્યો : ભયવ ! કિં તત્તે ? પરમાત્માએ જવાબ આપ્યો : ‘વિગમેઈ વા’=નાશ પામે છે પણ – જગતના તમામ પદાર્થો નાશ થવાના સ્વભાવવાળા પણ છે. ખૂબ જ સારું સમાધાન થયું. આમ છતાં હજુ એમાં પૂર્વની જેમ જ વધુ જિજ્ઞાસા પ્રગટી, એટલે એમણે ત્રીજી વાર પણ એ જ પ્રશ્ન કર્યો : ભયવ ! કિં તનં ? પરમાત્માએ જવાબ આપતાં જણાવ્યું : ‘ધૂવેઈ વા’=સ્થિર રહે છે પણ જગતના તમામ પદાર્થો સ્થિર રહેવાના સ્વભાવવાળા પણ છે. આ જવાબ મળતાં એમને પૂર્ણ સમાધાન થયું. આ ત્રણેય જવાબમાં પ્રભુએ ‘વા’-પણ શબ્દનો પ્રયોગ કરીને અનેકાંત-સ્યાદ્વાદ સિદ્ધાંતનો પ્રકાશ અર્ધો. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના આ જવાબમાં પ્રભુએ કશું જ બાકી ન રાખ્યું.
વિશ્વમાં જે કાંઈ હતું અને તે જેવું હતું, તે બધું જ આ જવાબમાં આવી ગયું અને આ જવાબમાં જે ન આવે એવું વિશ્વમાં કાંઈ ન હતું.
આ સમાધાન થતાં જ એમણે અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટ કરતાંય ઓછો સમય) ચૌદ પૂર્વ સહ દ્વાદશાંગીની રચના કરી.
આ ત્રણ પદો એમણે પણ સાંભળ્યાં અને આજે આપણે પણ સાંભળ્યાં. એમનામાં શું હતું કે એમને સમગ્ર શ્રુતનો બોધ થયો, જેના દ્વારા એમણે દ્વાદશાંગીની રચના કરી ? અને આપણામાં એવું શું નથી કે આપણને કશો જ બોધ થતો નથી ? લાઈટનું કનેક્શન એકનું એક ૨૪૦ વોલ્ટેજનું હોય. એક ગોળો ૦ વૉટપાવરનો હોય, જ્યારે બીજો ૨૦૦ વૉટપાવરનો હોય. બન્નેમાં એ જ કનેક્શનથી પ્રકાશ પ્રગટે, પણ પ્રકાશમાં કેટલી તરતમતા ? જેવી જેની
८
મુખ્ય-સંય-તિત્વ-પમુદ્દ-સર્વાં તિર્થંદિ તાવ જ્ય ।
तस्स पडिच्छंदंमि कयंमि, सुकयं कयं सयलं ।।
જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
हितोपदेशमाला
www.jainelibrary.org