SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સુખના સ્વામી બન્યા હતા; અને જેઓ કર્મનો ભાર લઈને શરીરના બંધન સાથે ત્યાં પહોંચ્યા હતા, તે તો ત્યાં પણ દુઃખના કલણમાં જ ખૂંપેલા હતા અને સુખના પડછાયાની ઝાંખ પણ એમને મળી ન હતી. પ્રભુએ ઊંડી અનુપ્રેક્ષામાં એ પણ જોયું કે કર્મક્ષય કરી અશરીરી બનીને લોકના અગ્રભાગે પહોંચવામાં જીવોને જો સફળતા મળે તો તેઓ સર્વથા દુઃખમુક્ત બની પૂર્ણ સુખ-સામ્રાજ્યના સ્વામી બની શકે. એ માટેની સફળતાનો પાયો પ્રભુને સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને સમ્યચારિત્રની સાધનામાં દેખાયો અને એના આધાર તરીકે એક માત્ર જૈનશાસન દેખાયું. માટે જ પ્રભુના હૃદયમાં એ ભાવનાનો ધોધ વહેતો થયો કે, “જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસન૨સી.” જીવોને જો આ ‘શાસન' મળી જાય, મળેલું આ શાસન જીવોને જો ગમી જાય અને ગમેલા આ શાસનના ચરણે જીવો જો પોતાનું સર્વસ્વ સમર્પી દે તો દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિના માર્ગે જીવ સહેલાઈથી આગળ વધી જાય. જ્યારે જ્યારે સ્નાત્ર ભણાવાય છે ત્યારે ત્યારે, ‘જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી’ - આ કડી ઘણી જગ્યાએ વારંવાર ગવાતી હોય છે. આમ છતાં એ અંગે વિમર્શ કેટલા લોકો કરતા હશે - એ સવાલ છે. જે કોઈ વિમર્શ કરે, તેને તો આવા સમયે મનમાં તરત જ થવું જોઈએ કે, પ્રભુએ આ ભાવના શા માટે કરી ? આ ભાવનાનો મર્મ શું ? આ ભાવનામાં એવું શું છે કે એના દ્વારા પ્રભુએ તીર્થંકરનામકર્મ બાંધ્યું - નિકાચ્યું અને એના સહારે પ્રભુ ત્રણ જગતના નાથ બન્યા. અન્ય તીર્થંકરો કરતાં ભગવાન શ્રીમહાવીરદેવના જીવનની ઘણી ઘટનાઓ નિરાળી છે. ભગવાન શ્રીમહાવીરે તો નંદન ઋષિના ભવમાં આ ભાવનાને ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણના તપ દ્વારા એક લાખ વર્ષ સુધી સતત પરિપુષ્ટ કરી, તીર્થંકરનામકર્મનું નિકાચન કર્યું. . जो अविरओऽवि संघे भत्तिं तित्थुण्णईं सया कुणइ । अविरयसम्मद्दिट्ठी पभावगो सावगो सो वि ।। गुणस्थानक क्रमारोह टीका જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy