SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણસંઘની છાયા કેવી નંદવાઈ ગઈ કે આવા પ્રશ્નો ઊઠવા લાગ્યા!મને જરા એમને વધારે તપાસવાનું મન થયું એટલે મેં કહ્યું, “આવું તમે મને શી રીતે પૂછી શકો ? બધા જ ટકા મારા જ હોય ને ? હું આવું, મારી નિશ્રામાં બોલી બોલાય, પછી તો એ બધું મારું જ ગણાય ને ?' બધા હેબતાઈ ગયા અને બોલ્યા કે, “ની વાવસી ફ વાળવી વરો.' એક ભાઈ બોલ્યા, 100 % થUT વિને વાવતી, 50% રાણી.' મને મનમાં બહુ જ હસવું આવ્યું અને અપાર દુઃખ પણ થયું. એ પછી મેં એમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે “મારો એક પણ ટકો નથી. ગભરાતા નહિ.” પછી એમને સમજાવ્યું : “આ જૈનશાસનની મૂડી છે, મારી કે તમારી કોઈની નથી. હું કે તમે કોને આપવી, કોણે રાખવી એ નક્કી ન કરી શકીએ. શાસન ભગવાનનું છે, એને ભગવાનની આજ્ઞા મુજબ ચલાવવાનું છે. ખરેખર તો સંઘે પોતાનું જિનાલય સ્વદ્રવ્યથી જ બંધાવવું જોઈએ. પોતાના શ્રીસંઘના જિનાલયનો જીર્ણોદ્ધાર પણ સ્વદ્રવ્યથી જ કરાવવો જોઈએ. આમ છતાં શક્તિ ન હોય કે ઉલ્લાસ વધતો ન હોય તો પણ શ્રીસંઘની દેવદ્રવ્યની આવકમાંથી પોતાના શ્રીસંઘના જિનાલય માટે જેટલું જોઈએ તેટલું રાખીવાપરી બાકી બધું અન્યત્ર જિનાલયોના જીર્ણોદ્ધાર-નવનિર્માણ માટે આપવું જોઈએ. એમાં પણ મારા તરફથી તમને કશું સૂચન નહિ થાય, પણ શાસ્ત્રીય મર્યાદાનુસાર એનો ક્યાં, કઈ રીતે ઉપયોગ થાય તે જણાવીશ. જે તમારે પણ માનવાનું જ હોય અને એમાં જ તમારા સૌનું હિત છે. મારું કોઈ કામ નથી અને મારે ક્યાંય રૂપિયા આપવાના પણ નથી. તમે જ્યારે માર્ગદર્શન માંગો ત્યારે ક્યાં ક્યાં વાપરી શકાય તેનો નિર્દેશ કરી શકું. બાકી તમે દેવદ્રવ્ય રાખી મૂકવા માંગતા હો તો તેમ તો કરવા ન જ દઉં. તમે પોતે રાખો કે બેન્કોમાં રાખી વહીવટો ચલાવો અને એ માટે તમે અમારો ઉપયોગ કરી જાઓ તેમાં હું સંમત નથી.” આ સાંભળી એમનો જીવ નીચે બેઠો. સભા એ લોકોને મૂંઝવણ કેમ ઉભી થઈ ? આ આ ICCUPAGINI GIORNOCO स्थापनाव अविधिनिषेधश्चेति प्रवचनभक्तिः प्रसिद्धा नः ।। अध्यात्मसार ૩૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy