________________
પરિશિષ્ટ-૭
પાવાપુરી તીર્થધામના બાહોશ ટ્રસ્ટી,
કે. પી. સંઘવી પરિવારના ઉદિયમાન સિતારા જેવા કિશોરભાઈ હંજારીમલજી સંઘવીએ કરેલ વક્તવ્યનો સારાંશ
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના ચરણોમાં ભાવભરી વંદના. સર્વ સાધુ-સાધ્વીજી ભગવંતોને મત્થએણ વંદામિ. મારા વ્હાલા સાધર્મિક ભાઈઓ અને બહેનોને પ્રણામ.
અત્રે પધારેલા સર્વ ટ્રસ્ટી ભાઈઓ તેમજ તીર્થો અને જૈનસંઘોના સંચાલકવહીવટદારોનું સ્વાગત કરતાં અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ.
આજથી થોડાં વર્ષો પૂર્વે અમારા પરિવારને ભાવના થઈ કે, જીવદયા માટે કોઈક નક્કર કાર્ય કરીએ. એ માટે અમારા માલગામના પરમોપકારી શ્રી સુમતિનાથ પ્રભુના નામને સાંકળી ‘શ્રી સુમતિ જીવરક્ષા કેન્દ્ર' નામે આ સ્થળે જીવદયાની પ્રવૃત્તિ શરૂ કરી. થોડા જ સમયમાં એ પ્રવૃત્તિનો વ્યાપ વધતો ગયો અને આજે પ૩૦૦ જેટલા મૂંગા પશુઓ એમાં ખૂબ જ સારી રીતે રક્ષણ પામ રહ્યા છે.
જીવદયાની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે બીજી કોઈ મોટી વિચારણા ન હતી, પરંતુ ત્યારબાદ વિચાર આવ્યો કે, જીવદયાનો ઉપદેશ આપનાર જિનેશ્વરદેવનું અહં
પરિશિષ્ટ-૭ : કિશોરભાઈ હંજારીમલજી સંઘવીએ કરેલ વક્તવ્યનો સારાંશ ૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org