________________
શાસ્ત્રની વિધિ મુજબ કરવાનું થાય તો આજે જેમ તમે જયપુર જઈ બજારમાંથી ગમે તેવી તૈયાર મૂર્તિ લઈ આવો છો, તેમ ન લાવી શકો. મૂર્તિનિર્માણ માટેની પણ વિધિ શાસ્ત્રોમાં જે બતાવી છે, તેને અનુસરવું પડે. પાષાણ કેમ લાવવો, કેવો લાવવો, કઈ રીતે પૂજા કરીને લાવવો, કેમ ઘડવો, કારીગર કેવો રાખવો, એને કઈ રીતે રાખવો, કઈ રીતે જાળવવો, એની ઘણી બધી વિધિઓ છે. એ હસતો-ખીલતો પ્રસન્ન હોવો જોઈએ. કારીગરનું મોઢું ઉદાસ જુએ તો ટ્રસ્ટી એની પૂછપરછ કરે. પહેલાં એનું કામ બંધ રખાવે. પત્ની માંદી હોય, ધ્યાન રાખનાર કોઈ ન હોય, તેથી મન ઉદાસ હોય તો એને ઘરે મોકલે. નિશ્ચિત કરે. પ્રસન્ન થાય પછી કામ કરાવે. કારણ કે, એની ખુશીનાખુશીનાં પ્રતિબિંબ પ્રતિમામાં પડે. હજારોનું તારક આલંબન કલંકિત કે દૂષિત બને એ ન ચાલે. મંદિરના કારીગરો જો દુઃખી હોય તો એમના દુઃખના ભાવો મંદિરમાં ઊતરે.
આજે સિદ્ધગિરિ પર જતાં જ કેમ ભાવોનો દરિયો ઊમટે છે ? પૂર્વજોએ શાસ્ત્રોમાં બતાવેલ વિધિ-બહુમાનપૂર્વક જિનબિંબ-જિનમંદિરોનાં નિર્માણ કરાવ્યાં છે માટે.
અનીતિનું ધન એ તમારું છે જ નહિ, એ કોક બીજાનું છે. એ ધન તમે વાપરો તેનો લાભ તમને શી રીતે મળે ? એ ધનથી ધર્મ ક૨વાનો તમને કોઈ અધિકાર પણ નથી. સ્વધન-સ્વદ્રવ્ય વાપરીને પણ ધર્મકાર્ય જ્યારે થતું ત્યારે મોટા થાળમાં પૂરતું ધન ભરી ભગવાન આગળ ચડાવી જાહેર કરાતું. ‘મારી જાણ મુજબ આ કાર્ય મેં સ્વધનથી કર્યું-કરાવ્યું છે, છતાં અજાણમાંય કોઈ બીજાનું ધન આમાં વપરાયું હોય તો તેનો લાભ તે પુણ્યાત્માને થજો, મને નહિ !'
ક્યાંય કોઈ સંઘને, કોઈ વ્યક્તિને જિનબિંબ-જિનમંદિર આદિ નિર્માણ ફરવાનાં હોય કે કોઈ તમને એ કાર્ય સોંપે ત્યારે એ વિષય સંબંધી બધી જ માહિતી ગીતાર્થ ગુરુભગવંત પાસેથી પહેલાં મેળવવી જોઈએ. પંચાશક, ષોડશક,
ro
जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ वि को अण्णो । वड्डेइ उ मिच्छत्तं परस्स संकं जणेमाणो ।।
જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
श्राद्धदिनकृत्य
www.jainelibrary.org