________________
હા ! જરૂર આપીશ. પણ એક વાત સમજી રાખો કે, આ માટેનો પ્રયત્ન ગમે તે વ્યક્તિ કરે તો પરિણામ નહિ આવે. આ માટેનો પ્રયત્ન કરનાર વ્યક્તિઓ પુણ્યશાળી, પ્રભાવશાળી હોવી જરૂરી છે અને એમના હૈયામાં શાસન પ્રત્યેનો રાગ, પરિસ્થિતિને સમજવાની ક્ષમતા અને પક્ષપાતરહિત ચિત્તવૃત્તિ જોઈએ. સભા : આવી વ્યક્તિઓ જો આ માટે પ્રયત્ન કરે તો આપનો સાથે મળી
રહેશે ? જરૂર. પ્રભુશાસનની રક્ષા, પ્રભાવનાના કોઈપણ કાર્ય માટે જે પણ સમુદાયના જે પણ આચાર્ય ભગવંતો વગેરેને જ્યારે જ્યાં પણ મળવું હશે, તે અંગેનો વિચારવિમર્શ વગેરે જે પણ કરવું હશે, તે માટે મારી-અમારી હંમેશાં તૈયારી રહેશે અને આ માટે મારા વડીલો તરફથી મને હંમેશ માટે સંમતિ મળતી રહી છે અને મળતી રહેશે.
મુદ્દો અગત્યનો એ છે કે, અમારે-તમારે અન્ય કોઈએ પણ જે કાંઈ વિચારવા-કરવાનું છે, તે પ્રભુઆજ્ઞાને અને એ આજ્ઞાને દર્શાવતાં ધર્મશાસ્ત્રોને આંખ સામે રાખીને કરવાનું છે. જો પ્રભઆજ્ઞાને આગળ કરીને આપણે કાંઈ પણ કરીશું તો આપણને સફળતા મળવાની શક્યતા પૂરેપૂરી છે, અને એ આજ્ઞાની જો આપણે કોઈ પણ પ્રકારે ઉપેક્ષા કરીશું તો એમાં નિષ્ફળતા મળવાની શક્યતા પણ પૂરેપૂરી છે.
હું, તમે, આપણે સૌ પ્રભુઆજ્ઞાને સમજી, તેને શિરસાવંઘ કરી, પ્રભુશાસન માટે જે કાંઈ કરવા યોગ્ય હોય તે કરીશું તો આપણને દરેક રીતે સફળતા મળશે.
અંતે ઉપસંહારમાં એટલું જ જણાવવું છે કે, આ ત્રણ દિવસમાં જૈનશાસનનાં પ્રત્યેક અંગોનું સંચાલન કરવા માટે, સાતક્ષેત્રોની ભક્તિ માટે અને જીવદયાઅનુકંપાનાં કાર્યો માટે જૈનશાસનની ઉજવળ મર્યાદાને ધર્મશાસ્ત્રોના આધારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં અજાણતાં પણ પ્રભુની આજ્ઞાથી વિપરીત
.
હાં
.
.
હાં.
કડવો,ી
કોમ
जहाँ 'जिन' देव हैं, दया धर्म है, साधुजन गुरुगण हैं, उस श्रावकत्व को कौन बुद्धिमान नहीं चाहेगा ? - योगशास्त्र
પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org