________________
એમણે કોઈ સંઘના દ્રવ્યમાંથી કે ધર્મદ્રવ્યમાંથી એનાં નિર્માણ કરાવ્યાં ન હતાં. તેઓ પોતે રાજાના મંત્રી-સેનાપતિ હોઈ ઔચિત્ય ખાતર કે ધર્મની રક્ષાના હેતુથી એમણે એ કાર્યો પોતાનાં દ્રવ્યથી કે રાજદ્રવ્યમાંથી કરાવ્યાં હતાં. એમાં પણ એમનો હેતુ જૈન ધર્મની પ્રભાવના કે રક્ષાનો જ હતો.
દિલ્હીના બાદશાહ ગુજરાતનો શત્રુ હતો. બળિયો હતો. વારંવાર એના તરફથી યુદ્ધનો ભય રહેતો. એ ટાળવા માટે વસ્તુપાલ મંત્રી અવસરની રાહ જોઈ બેઠા હતા. અચાનક અવસર મળ્યો. બાદશાહની મા ગુજરાતના માર્ગે હજની યાત્રા કરવા નીકળી. સાથે સુરક્ષાપ્રબંધ હતો. જહાજ દરિયામાં થોડુંક આગળ વધ્યું ત્યાં જ ચાંચિયાઓ દ્વારા જહાજ લૂંટાયું. આ સમાચાર જ્યારે મંત્રીશ્વર વસ્તુપાળને મળ્યા કે, તેમણે તરત જ રાજ્યનું સૈન્ય મોકલીને જહાજ છોડાવ્યું. માલસામાન બધો હેમખેમ લઈ આવ્યા. માને રાજમહેલમાં રાખી આદર-સત્કાર કર્યો અને એમનો પ્રેમ જીતી શાહી સુરક્ષા સાથે હજની યાત્રાએ મોકલ્યાં. ત્યાંની મજીદ પર ચડાવવા કીમતી તોરણ મોકલ્યું. મા જેવાં હજયાત્રાથી પાછા ફર્યા ત્યારે થોડા દિવસ સુધી આગતા-સ્વાગતા કરી સન્માનસુરક્ષા સાથે દિલ્હી પહોંચાડ્યાં. માએ દિલ્હી જઈ બાદશાહ-પુત્ર આગળ વસ્તુપાલનાં બે મોઢે વખાણ કર્યા અને કહ્યું કે : “જેવો તું મારો દીકરો છે એવો જ વસ્તુપાળ મારો દીકરો છે. તેં મારા માટે ગમે તેવી સુરક્ષાની વ્યવસ્થા કરી છતાં ચાંચિયાઓએ મને લૂંટી લીધી; જ્યારે વસ્તુપાળ તો એ ચાંચિયાઓને મુદ્દામાલ સાથે પકડી, મને બચાવી લીધી. આખી હજ સારામાં સારી રીતે પૂરી કરાવીને છેક અહીં સુધી મને હેમખેમ પાછી પહોંચાડી,' એમ એ વસ્તુપાળની રોજ પ્રશંસા કરવા લાગી.
એ સાંભળીને બાદશાહને પણ વસ્તુપાળને મળવાનું મન થયું. આમંત્રણ આપ્યું.દિલ્હી બોલાવ્યા. વસ્તુપાલ પણ ગયા.બાદશાહે ખાસ મહેલમાં રાખ્યા. આગતા-સ્વાગતા કરી અને ઈચ્છિત માગવાનું કહ્યું. વસ્તુપાળે કશું જ માગ્યું
કરી, રાક માનજે , શહેરી ગરહવા વર રામોમાં માફી
, મારા ' ,
श्रेष्ठ साधनों से प्रायः भाव भी श्रेष्ठ बनता है । प्राप्त सभी साधनों का जिनपूजा में उपयोग करने जैसा अन्य कोई श्रेष्ठ उपाय नहीं है।
प्रकरण
પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org