________________
“આવું ગુરુતત્ત્વ જગતમાં ક્યાંય નહિ મળે. હોય તો લઈ આવો !”
એક ઈરિયાવહી ભણો તો જીવદયા શું? જીવ શું? જીવરક્ષા અને જીવની હિંસા-અહિંસાના પરિણામો શું? એનો બોધ થઈ જાય.અમારા વર્ષોના પરિચય પામેલા શ્રાવકોને આજે આમાંનું કશું જ આવડતું નથી. વહીવટના સ્થાને બેઠેલા પુણ્યાત્માઓને પણ વહીવટ સંબંધી નાની-મોટી કોઈ બાબતોનું જ્ઞાન હોતું નથી.
આજે અમારા માટે જે ભણવાનું કહ્યું છે, તે અમે ભણતા જ નથી તે તમારા કારણે તમે લોકોએ અમારા ઉપર બહુ મોટો ઉપકાર (!) કર્યો છે એમ કહું ને ? કે જેથી કશું જ ભણ્યા-ગણ્યા વિના અમે શ્રી સુધર્માસ્વામીની પાટે બેસી શકીએ અને અમે જે કાંઈ બોલીએ તેમાં વગર સમજે તમે માથું હલાવવા માંડો !
તમે બોલો કે, વાવણી થાતો જોર્ડની' અને અમે બોલીએ કે,"જાવાની થો નેરા તો વ ની.' અને બંનેનું ગાડું બરાબર ચાલે. આ પરિસ્થિતિ થવા પામી છે.
આજે નિર્ણય પર આવો કે, અમારે શ્રી જૈનશાસનનું ઉત્થાન કરવું છે. એ માટે અમારાથી બને તેટલું યોગદાન આપવું છે. એમ કરીને ભાવિમાં શ્રી જેનશાસનને એવું મજબૂત બનાવવું છે કે, બે-ચાર પેઢીઓ સુધી એને વાંધો ન આવે.
બહુ હૃદયથી કહું છું કે તમે-અમે એવા સ્થાન પર બેઠા છીએ કે એ બહુ જોખમદારીનાં સ્થાન છે. જો એ સ્થાન પર આપણને બેસતાં ન આવડે તો પારાવાર આપત્તિના ભોગ બનવું પડે. “પંચવસ્તુક' નામના ગ્રંથરત્નમાં પૂજ્યપાદ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આચાર્યપદની જવાબદારીજોખમદારીનું વર્ણન કરતાં કહ્યું છે : શ્રી ગૌતમાદિ મહામુનિઓએ જે સૂરિપદને વહન કર્યું છે એ સૂરિપદને અપાત્ર-કુપાત્રમાં તમે આપશો તો એનું મહાપાપ તમારા કપાળે ચોંટશે. એ ગમે તેને તમે ન આપી શકો. તમે એને સુયોગ્ય શિષ્યને જ આપજો. “ગજ પાખર ખર નવિ વહે રે - હાથીની અંબાડી હાથી જ
समइपवित्ती सव्वा आणाबज्झ त्ति भवफला चेव । तित्थयरुदेसेण वि न तत्तओ सा तदुद्देसा ।।
રીત - પત્યવાન મહાભાઇ
પિકી
-
દરેક
૩૦
જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org