SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમંદિરોનું નિર્માણ કરી લેવું જોઈએ. એક વાત ધ્યાનમાં રહે કે, પહેલું મહત્ત્વ જીર્ણોદ્ધારને આપવું અને ત્યાર પછી આવશ્યકતા હોય ત્યાં નવા જિનમંદિરના નિર્માણમાં વાપરવું, અને જ્ઞાનદ્રવ્ય આપણા પ્રાચીન આગમાદિ ગ્રંથોને તાડપત્ર કે ટકાઉ કાગળ પર લખાવવામાં વાપી દેવું જોઈએ. તે જ રીતે અભ્યાસ વગેરે માટે જરૂરી અને શુદ્ધ કરીને પ્રગટ કરાતા પ્રાચીન ગ્રંથોના પ્રકાશનમાં તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. એ ઉપરાંત પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવતા અજૈન પંડિતોના પગારમાં કે જ્ઞાનભંડારો સ્થાપવામાં અને જ્ઞાનભંડારો માટે જરૂરી ગ્રંથો વસાવવામાં વા૫૨ી દેવું જોઈએ. જો આમ નહિ થાય તો દેવદ્રવ્યનો વ્યાવહારિક કાર્યો માટે અને જ્ઞાનદ્રવ્યનો વ્યાવહારિક કેળવણીમાં ઉપયોગ કરવાની વૃત્તિવાળો વર્ગ ઉભો થઈ રહ્યો છે. એવો વર્ગ જો વહીવટી ક્ષેત્રમાં દાખલ થઈ ગયો કે એવા વર્ગનું નબળા વહીવટદારો ઉપર દબાણ વધી ગયું, તો આ બધું દ્રવ્ય એવા કાર્યોમાં વપરાઈ જવાની આપત્તિ આવશે. તો બીજી તરફ સ૨કા૨ી ડોળો પણ ધર્માદા દ્રવ્ય ઉપર મંડાયેલો છે, એ ગમે ત્યારે એને હડપ કરી જશે. સભા : સંસ્થા, સંસ્થાના પૈસામાંથી ચડાવો બોલી શકે કે નહિ ? ન બોલી શકાય. આજે આવી ગરબડો શરૂ થઈ ગઈ છે, તે હું જાણું છું. આજના કેટલાક ટ્રસ્ટીઓ કોઈક સ્થાને કાર્યક્રમમાં જાય, ત્યાં થતા પ્રાસંગિક ચડાવા કે ટીપમાં પોતાના મોભા મુજબ જે કાંઈ લખાવવું કે બોલવું પડે તે લખાવી દે અને એની ચૂકવણી સંસ્થાની તે તે ખાતાની ૨કમમાંથી કરે. પોતાનું નામ ઊભું રહે છતાં પોતાને જરાય ઘસારો વેઠવો ન પડે, માટે આવી બધી નબળી રીતરસમો અપનાવાતી હોય છે, જે જરાય યોગ્ય નથી. આવી બધી ગરબડો ક૨વા માટે જ એવા વહીવટદારો પોતાના હસ્તકની સંસ્થાના પૈસા રાખી મૂકતા હોય છે અને જરૂર હોવા છતાં બીજે મોકલતા નથી. જીવદયામાં ચારે બાજુ જરૂર હોવા છતાં પણ ન વાપરે, અને પોતે ક્યાંક જાય राग-द्वेष को खतम करनेवाले जिनेश्वरों की श्रेष्ठ भक्ति से आरोग्य (मोक्ष), बोधिलाभ एवं समाधिमरण प्राप्त किया નાતા હૈ । चैत्यवंदन महाभाष्य Jain Education International પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય For Private & Personal Use Only ૬૯ www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy