SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વ્રુતિ મહાળ વિકેંતિ ।’ ‘ખેદની વાત છે કે તે (શ્રી જિનેશ્વરદેવની) મહાઆજ્ઞાને ડુબાડી રહ્યો છે.’ શ્રી શ્રમણસંઘ માટેની આ બધી વાતો એટલા માટે કરું છું કે એનાથી તમને ખ્યાલ આવે કે અમારા માટે પણ જો આવાં બધાં નિયંત્રણો-મર્યાદાઓ હોય તો તમારા માટે પણ મહાપુરુષોએ શું શું કહ્યું હશે ! તેથી આ બધી વાતોનો શ્રદ્ધાપૂર્વક અમલ કરવામાં જ અમારું, તમારું, આપણા બંનેનું હિત છે. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ ૩૫૦ ગાથાના સ્તવનમાં આ જ વાતને સરળ રીતે સમજાવતાં લખ્યું કે - गीतारथ' जयणावंत', भवभीरु जेह महंत । तस वयणे लोके तरीए, प्रवहणथी जिम दरिए ।। बीजो तो बोली बोळे, शुं कीजे निरगुण टोळे । “જે ગીતાર્થ હોય – ૧, યતનાવાન હોય – ૨, ભવભીરુ હોય – ૩, મહાન હોય – ૪, તેના વચનના ઉપદેશના સહારે, વહાણથી જેમ દરિયામાં તરાય તેમ સંસારથી તરી શકાય.” “જે આવા ન હોય તે તો બોલીને શાસનને બોળવાનું-ડુબાડવાનું કામ કરે છે, એવા નિર્ગુણનાં ટોળાં ભેગાં કરીને શું ફાયદો ?” સભા : સાહેબ, આ કડીઓનો અર્થ જરા વિગતવાર સમજાવો ને ? સમજાવું છું. એમ ને એમ આગળ નહિ વધું. તમારી જાણવાની આટલી ઈચ્છા છે, તો મને વિગતવાર સમજાવવું વધારે ગમશે. હવે આપણે ગીતાર્થ વગેરે એક એક ગુણને જરા સમજી લઈએ : ૧ - ગીતાર્થ : જેની પાસે ધર્મોપદેશનું શ્રવણ કરવાનું છે, ધર્મનું માર્ગદર્શન લેવાનું છે, તે સાધુ ગીતાર્થ જોઈએ. ગીત એટલે આગમનાં સૂત્રો અને અર્થ એટલે તે આગમ પંચાંગીમાં રજૂ કરાયેલ અર્થ. આ બન્નેયનો જે જાણકાર હોય તેને ગીતાર્થ કહેવાય. એટલે આગમની પંચાંગીનો પરિણત शास्त्र विरुद्ध प्ररूपणा करनेवालों का सम्यक्त्व नष्ट हो जाता है, एवं उन्हें अनंत संसार की प्राप्ति होती है, अतः धीर पुरुष प्राण जाने पर भी शास्त्र विरुद्ध प्ररूपणा करते नहीं । - विशेषावश्यक भाष्य Jain Education International પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય For Private & Personal Use Only ૪૯ www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy