________________
પરિશિષ્ટ-૨
દરેક કાર્યો વિધિપૂર્વક જ કરવાં જોઈએ
અવિધિથી કરવામાં ઘણાં નુકસાન થાય છે ઉપદેશપદ ગ્રંથમાં કહ્યું છે કે -
आसनसिद्धियाणं विहि-परिणामो उ होइ सयाकालं । विहिच्चाओ अविहिभत्ती अभव्वजिअदूरभव्वाणं ।।१।। धण्णाणं विहि-जोगो विहिपक्खाऽराहगा सया धण्णा। विहि-बहुमाणी धण्णा विहिपक्खअदूसगा धण्णा ।।२।। विहिसारं चिअ सेवइ सद्धालू सत्तिमं अणुट्ठाणं ।
दव्वाऽऽइदोसणिहओ वि पक्खवायं वहइ तंमि ।।३।। ૧ – જે જીવો નિકટમાં જ મોક્ષે જશે, તેમને સદા વિધિ મુજબ કરવાની
ભાવના જાગે છે. ૨ – અભવ્ય અને દુર્ભવ્ય જીવોને હંમેશાં વિધિનો ત્યાગ અને અવિધિમાં
ભક્તિભાવ હોય છે. ૩ – ધન્યવાદપાત્ર જીવોને જ વિધિનો યોગ પ્રાપ્ત થાય છે. ૪ - વિધિ મુજબ આરાધના કરવાવાળા ધન્યવાદપાત્ર છે. ૫ – વિધિનું બહુમાન કરવાવાળા પણ ધન્યવાદપાત્ર છે. ૬ - વિધિપક્ષની નિંદા ન કરવાવાળા પણ ધન્યવાદપાત્ર છે. ૭ – શક્તિશાળી શ્રદ્ધાળુઓ હંમેશા સારી રીતે વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે. ૮ - કોઈ સંયોગવિશેષમાં વિધિપૂર્વક અનુષ્ઠાન શક્ય ન બને ત્યારે પણ
વિધિપૂર્વક કરવાના પક્ષમાં જ રહેવું.
૨૦૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org