________________
માટે ! પણ પૂજાની જેમ અહીં પણ આર્થિક રીતે નબળા સાધર્મિકોને વિનંતી કરીને બોલાવો. પહેલાં એમને જમાડો, પછી એ પીરસે, છેલ્લે પાછા જમાડી, મીઠાઈનાં મોટાં પેકેટોની પહેરામણી કરી મોકલો તો કેવી સુંદર સાધર્મિકભક્તિનો લાભ મળે અને વિધિ-જયણાનું પણ કેટલું સુંદર પાલન થાય !
આ રીતે તમે એમની બે-ચાર વાર ભક્તિ કરો, પછી એમને હિતશિક્ષાના બે-બોલ કહો તો તે જરૂર તેનો અમલ કરવા પુરુષાર્થ કરે.
તમારા ઘરમાં કેરીના કરંડિયાના કરંડિયા આવે, પણ તમે ક્યારેય સાધર્મિકભક્તિ કરી ? ક્યારેય સાધર્મિકોને ઘેર કેરીઓ મોકલી ? અમને સાધર્મિકભક્તિનાં ફંડ કરાવવામાં રસ નથી. જ્યાં ફંડ થાય ત્યાં ઘણાં ખંડ થાય છે અને ઘણા ફંદ રચાય છે. ફંડોમાં તો કેટલીકવાર સાધર્મિકનાં કપડાં ઉતરાવાય છે અને પછી દયા-દાનની જેમ એક ટુકડો ફેંકવામાં આવે છે. માટે એવા ચક્કરમાં ફસાવા કરતાં સ્વયં - જાતે જ સાધર્મિકની ભક્તિ કરો. જેટલા પણ પુણ્યાત્માઓ ભૂતકાળની ઉત્તમ મર્યાદાઓ અને શાસ્ત્રીય માર્ગોને જાળવશે, તેટલો સાધર્મિકભક્તિનો સાચો માર્ગ જીવશે, સાચી સાધર્મિકભક્તિ થશે અને એ રીતે તમે કરો તેનો અમને આનંદ થશે.
સાધર્મિકને ક્યારેય હીણા ન માનો. જ્યારે પણ પરમાત્માના મંદિરે જાઓ, ઉપાશ્રયમાં જાઓ કે આ જાજમ પર બેસો ત્યારે અહીં આવેલા બધા જ સમાન છે એમ માનો. કોઈને નાના ન માનો, બધાને મોટા માનો. દરેકને બહુમાન આપો. શ્રીમંતોને કોઈ આગળ બેસાડે એમાં મને વાંધો નથી. એ શક્તિવાળા છે, તો અવસરે આપત્તિમાં સૌની પડખે રહેશે. પણ એ પોતે કહે કે, હું આગળ બેસું તો તે બરાબર નથી. શ્રીમંતો પોતાનું કર્તવ્ય ચૂક્યા છે, અવસરે સાધર્મિકભક્તિ કરતા નથી, એટલે સાધર્મિકો પાસેથી પણ એમને નબળા અનુભવો થાય છે.
जो पुरुष स्वयं सम्यग्ज्ञान को पढता है, अन्यों को पढाता है, पढनेवालों को वस्त्र - भोजन- पुस्तक आदि वस्तुओं से प्रतिदिन सहायता करता है वह यहाँ निश्चित रूप से सर्वज्ञ बनता है ।
योगशास्त्र टीका
Jain Education International
પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org