________________
જૈનશાસનમાં કાયદો છે કે, ઉછામણી બોલીને એના રૂપિયા તરત ભરવા પડે. મોડું ચાલે જ નહિ. કોઈ સંયોગમાં મોડું થાય તો બજારમાં શાહુકારીમાં જે વ્યાજ ચાલતું હોય તે દરે પૂરું વ્યાજ ભરવું જ પડે. બે-ચાર વર્ષે ભરજો, હમણાં તમારી પાસે રાખી મૂકજો, મંગાવીએ પછી મોકલજો': એમ કહેવાનો કે એમ કરવાનો કોઈને અધિકાર નથી.
જ્યારે ચડાવો બોલાયો તે વખતે જે હૈયાના ભાવ હોય છે, તે દિવસો વીત્યા બાદ હોતા નથી. બે-પાંચ વર્ષ વીતી ગયા બાદ તો તેવા ભાવો ક્યાંથી આવે ? પરિણામે ખર્ચીને પણ ભાવ-વૃદ્ધિ આદિનો લાભ તેમને મળતો નથી. વળી કોક દેવું માથે લઈને મરી જાય તો તે કયા ભવમાં ચૂકવાય? ભવભ્રમણ અને દુઃખની પરંપરા ઉભી થઈ જાય.
કેટલાક વહીવટદારો તો મમત્વવશ થઈને ધર્મક્ષેત્રના ધનને નિષ્કારણ બેન્કોમાં મૂકે, એના ઉપર ક્રેડિટ પોતે મેળવે. એ કેડિટથી પોતાના ધંધા ચલાવે અને એ કમાણી ખાય એ પણ મહાપાપ છે. કેટલાક વહીવટદારને પ્રેસ્ટિજ ઈસ્યુ બની જાય, પછી ગમે તે થાય તો પણ રાતી પાઈ પણ આપે નહિ. એ માને કે પૈસો આપી દઈશ તો પછી હું વહીવટ શાનો કરીશ ? મારું વર્ચસ્વ શી રીતે રહેશે ? અમને પણ કહે કે હું ટ્રસ્ટી બન્યો ત્યારે ટ્રસ્ટની કોઈ મૂડી-સંપત્તિ ન હતી પણ આજે આટલા લાખ-આટલા કરોડની મૂડી છે.
સભા કેટલા રૂપિયા રાખવા જોઈએ ?
મને પૂછો છો ? જે સંઘના લોકો “સક્ષમ હોય તે સંઘમાં કશું જ રાખવાની જરૂર નથી.
આ વાતને વિગતવાર સમજવી જોઈએ : “ખરી રીત તો એ છે કે, ધર્મનાં દરેક કાર્યો, દરેક ક્ષેત્રોની ભક્તિ, દરેક વ્યક્તિએ સ્વદ્રવ્યનો વ્યય કરીને કરવાની છે અને દરેક ક્ષેત્રોમાં થતી આવકનો નિધિ કરવાનો છે, કોઈ કાર્યમાં એનો ઉપયોગ કરવાનો નથી. જ્યારે કોઈ શક્તિમાન ન હોય ત્યારે તે તે ક્ષેત્રોનું
जइ इच्छह निव्वाणं अहवा लोएसु विउलं कित्तिं । ता जिणवरणिहिटे, विहिमग्गे आयरं कुणह ।।
*
* કાલ કરી.
- द्रव्यसप्ततिका
૩૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org